ભરૂચ જીલ્લામા સૌથી વધુ રેકોર્ડ બ્રેક મોસમનો કુલ વરસાદ ૫૪ ઇચ.
નેત્રંગ. તા.૨૭-૦૮-૨૪
નેત્રંગ નગર સહિત પંથક ભરમા હવામાન ખાતાની આગાહીને લઇ ને છેલ્લા બે ત્રણ દિવસથી મેધરાજાએ ધમાકેદાર એન્ટી મારતા ચારે તરફ જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.જેને લઈ ને જનજીવનઅસ્તવ્યસ્ત થઇ ગયુ છે, નદીનાળાઓ છલકાઈ છે,તાલુકા ભરમા પાણીના સ્તર એકદમ ઉચે આવી ગયા છે, નેત્રંગ તાલુકામા ૨૬મીના રોજ મોસમનો કુલ વરસાદ ૧૩૦૫ એમ,એમ ( ૫૪ ઇચ ) જે ભરૂચ જીલ્લામા નેત્રંગ તાલુકામા ચાલુ ચોમાસ ની સિઝનમા સૌથી વધુ રેકોર્ડ બ્રેક નોધાયો છે.
ભારે વરસાદને લઇ ને નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમા આવેલ જલારામ ફળીયામા રહેતા અને ફલહાર બનાવી પોતાનુ જીવનનિવાઁહ કરતા મઘુબેન સોમાભાઈ રામીના પાકા મકાન ની દિવાલ ગઇ કાલે તા.૨૬મીના રોજ રાત્રીના એક થી બે ના સમય ગાળા દરમિયાન એકા એક ધરાશય થઇ હતી, જેને લઇ ને સંડાસ ,બાથરૂમ નેસ્તનાબૂદ થઈ જતા ભારે હાડમારી વેઠવાનો વારો આ ગરીબ પરિવારને આવ્યો છે. બનાવ ને લઇ ને નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટી હેલીબેન ચૌધરીએ તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કરેલ છે. મોવી-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ યાલ ગામ પાસેના પુલનુ સતત ત્રીજી વખત ધોવાણ થતા યાલ ગામ સહિત પંથક ના ગ્રામ્ય વિસ્તારના લોકોની પરેશાની વધી ગઇ છે. ભારે વરસાદ ની આગાહી હોવા છતા આજે સવાર થીજ આ લખાઇ રહ્યુ છે.ત્યા સુધીના સમયમા મેધરાજાએ વિરામ લેતા લોકોએ રાહત નો દમ લીધો છે.
*વિજય વસાવા નેત્રંગ*