November 21, 2024

રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે જિલ્લાતંત્રો સાથે સતત સંપર્કમાં છું. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

Share to

ાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ કરીને જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પૂરવઠાની ઉપલબ્ધિ, રાહત રસોડા સહિતની કામગીરીની વિગતો મેળવી.

ઝાડ પડી જવા, રસ્તા તૂટી જવા કે વીજ પૂરવઠો ખોરવાઈ જવા જેવી સમસ્યાઓનું ઝડપથી નિવારણ કરવાની સૂચના અધિકારીઓને આપી.

વરસાદી પાણીના ભરાવાને કારણે રોગચાળો ન ફેલાય તે માટે આ પાણીના નિકાલની વ્યવસ્થા, પાણીનું ક્લોરિનેશન તથા માટી કાંપ વગેરે દૂર કરી સફાઈ માટે અને મચ્છર ઉપદ્રવ અટકાવવા દવા છંટકાવ તેમજ અન્ય આરોગ્ય વિષયક બાબતોમાં પણ જિલ્લાતંત્રોને સજ્જ રહેવા માર્ગદર્શન આપ્યુ.

હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્ય પર વરસાદી આફતનું જોખમ છે, ત્યારે સૌ અધિકારીઓ પોતાની જિલ્લાતંત્રની ટીમો સાથે સજ્જ રહે તેવી સૂચના આપી.

આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, NDRF ની 14પ્લાટૂન અને SDRF ની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે. તેવી જ રીતે, નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયાં છે.

અત્યાર સુધીમાં 23,800 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ અંદાજે 1700 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

#DNS news Gujarat


Share to

You may have missed