November 19, 2024

જુનાગઢ શહેરના ખમધોળ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે ઈસમને   જુનાગઢ પોલીસે  દબોચ્યો

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનો સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

આજરોજ એસ.ઓ.જી ના એ.એસ.આઇ. એમ.વી. કુવાડીયા તથા પો. હેડ કોન્સ. એ.સી. વાંક નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, “રમીઝખાન યુસુફખાન પઠાણ રહે.જૂનાગઢ, મતવાવાડ વાળો પોતાની પાસે ગેરકાયદેસર હથીયાર રાખી જૂનાગઢ, ખામધ્રોડ રોડ, નવી આર.ટી.ઓ. કચેરીની સામે રોડ પર ઉભેલ છે.”, તેમની પાસે હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોક્ક્સ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ ઉપરોક્ત જગ્યાએ વોચમાં હતા દરમ્યાન નવી આર.ટી.ઓ. કચેરી પાસેથી ઉપરોક્ત બાતમી હકિકત વાળો ઇસમ મળી આવતા તેની અંગજડતી કરતા મજકુરના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવેલ, જેથી તુરંત જ તેને પકડીપાડી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

• આરોપી રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ, તુર્ક, જેલ રોડ, મતવાવાડ, જૂનાગઢ

આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયાર- દેશી હાથ બનાવટની રિવોલ્વર નંગ-1 કિ.રૂ. ૧૦,૦૦૦/- નો મુદામાલ પકડી પાડેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા તથા પો. હેડ કોન્સ અનિરૂધ્ધભાઇ વાંક, રાજુભાઇ ભેડા તથા પો. કોન્સ. રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા વિગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed