December 5, 2024

* નેત્રંગમાં ભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી * વિધાથીૅઓએ હાથ તિરંગો લઈને સુત્રોચ્ચારો કરતાં દેશભક્તિમા રંગે રંગાયા

Share to

તા.૧૩-૦૮-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાંથી ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની આગેવાનીમાં શાનદાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે તિરંગા યાત્રા જીનબજાર,ગાંધીબજાર,જવાહર બજાર અને નેત્રંગ ચાર રસ્તા થઇ સમગ્ર નેત્રંગ ગામમાં ફળી હતી.વિવિધ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ હાથ તિરંગો ઝંડા લઇને ભારત માતા કી જય અને દેશભક્તિના ગગનચુંબી નારાઓ કરતાં સમગ્ર વિસ્તારમાં દેશભક્તિમય વાતાવરણ સજૉયું હતું.ત્યારે ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ સંવાદમાં જણાવ્યું હતું કે,તિરંગા યાત્રામાં વિધાર્થીઓ-ગ્રામજનોએ વધુ ઉમંગ-ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.જે આનંદની બાબત છે.જે દરમિયાન ભરૂચ જી.બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગભાઇ વસાવા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા,મનસુખભાઇ વસાવા અને પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિવિધ શાળાના આચાર્ય-વિધાથીઓ જોડાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed