November 19, 2024

ભરૂચ જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન જનવ્યાપી બન્યું

Share to

*પ્રજાજનોમાં અનોખી જનચેતના જગાડવા ભરૂચ શહેર ખાતે નગરપાલિકા દ્નારા ભવ્ય તિરંગા યાત્રા’ યોજાઈ*

ભારતના શૌર્ય, સ્વાભિમાન, સમૃદ્ધિ, સંસ્કૃતિ, સ્વાધિનતા અને સેવાભાવનો હુંકાર એટલે તિરંગાયાત્રા

ભરૂચ- મંગળવાર- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને ઝીલીને સમગ્ર રાજ્ય દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શનમાં ભરૂચ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનમાં વેગવાન બન્યું છે. હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી

ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીની ખાસ ઉપસ્થિતિમાં નગરપાલિકા થી તિરંગાયાત્રાનો પ્રારંભ થયો હતો. દેશભકિતના નારા સાથે ભરૂચના જાહેર રસ્તાઓ ગૂંજી ઉઠ્યા હતા.
આ રેલી પાંચબત્તિ સકર્લ થી સેવાશ્રમ રોડ થઈ શકિતનાથ ગરનાળા થઈ ગીતાપાર્ક સોસાયટી થઈ સિવિલ હોસ્પિટલ રોડ થઈ પરત નગરપાલીકા કચેરીએ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં ભરૂચ પોલીસ જવાન, હોમગાર્ડ જવાન, BTET ના જવાનો, પાલિકા સભ્યશ્રીઓ, શાળાના બાળકો, વિવિધ NGO તથા પાલિકાના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. જિલ્લામાં આઝાદીની ઉજવણીને યાદગાર બનાવી લોકોમાં દેશ પ્રેમની ભાવના ઉજાગર થાય અને જિલ્લામાં દેશપ્રેમનું વાતાવરણ સર્જાય તે માટે આ તિરંગા યાત્રામાં જનતા જોડાઇ રહી છે.


Share to

You may have missed