November 21, 2024

બોડેલી તાલુકાના કુંડી નર્મદા વસાહતમાં એક શિક્ષિકા બેન 6 વર્ષથી અમેરિકામાં છે. ત્યારે તંત્રએ તેઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી

Share to

બોડેલી તાલુકાના કુંડી નર્મદા વસાહતમાં એક શિક્ષિકા બેન 6 વર્ષથી છે અમેરિકામાં, ત્યારે તંત્રએ તેઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી

6 વર્ષથી શિક્ષક શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માણનાર શિક્ષણ વિભાગ સામે સરકાર પગલા ભરશે..?

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી વસાહત આવેલી છે. જેમાં નર્મદા વિસ્થાપિતો રહે છે. ધોરણ 1 થી 5 ની શાળા ચાલે છે. જેમાં બે શિક્ષકોનું મહેકમ છે. જ્યારે આ શાળાના આચાર્યના જણાવ્યા મુજબ મારી શાળાની એક શિક્ષિકા બેન જાગૃતિબેન શાહ છેલ્લા 6 વર્ષથી અમેરિકામાં છે. ત્રણ માસની રજા મૂકીને ગયા બાદ પરત આવ્યા નથી. અને અમેરિકા માં તેઓએ નાગરિત્વ મેળવી લીધું છે. જ્યારે વારંવાર નોટિસ આપવા છતાંય કોઇ જવાબ મળ્યો નથી. છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ છ વર્ષથી કુંભ કર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે. 6 વર્ષથી શિક્ષક શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માણનાર શિક્ષણ વિભાગ સામે સરકાર પગલા ભરશે..? જ્યારે આદીવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના વસવાટ વાળી શાળામા 6 વર્ષ થી એકજ શિક્ષિકા બેન ધોરણ 1 થી 5 ના બાળકોને અભ્યાસ કરાવે છે. અને એકજ રૂમમાં બેસાડે છે. આવા અંધેર વહીવટ ચલાવનાર અધિકારીઓ સામે સરકાર પગલા ભરે તેવી આદિવાસી સમજની માંગ છે.

ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર


Share to