*રાજ્ય સરકાર દ્વારા ૧૪ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે.
નાગરિકોના ઘર, કામકાજના સ્થળ, કચેરીઓ સહિતની જગ્યાઓએ તિરંગા લહેરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળા-કોલેજો, સરકારી કચેરીઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા તિરંગા લહેરાવીને આ અભિયાનમાં સહભાગિતા નોંધવામાં આવી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર