*નાગરિકોને મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ*
*છોટાઉદેપુર, મંગળવાર ::* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશ તિરંગાના રંગે રંગાયો છે. જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગમાન બન્યું છે.
જિલ્લાના લોકોમાં દેશભાવના પ્રગટ થાય અને વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તે માટે છોટાઉદેપુર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા.૧૪/૦૮/૨૦૨૪ના રોજ સાંજે ૦૪-૦૦ કલાકે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલી જિલ્લા સેવા સદનથી નીકળી પોસ્ટ ઓફિસ, મહાકાળી મંદિર, દરબાર હોલ, કસ્બા ચોક, માણેક ચોક, એસ.બી.આઈ. સર્કલ, પેટ્રોલ પંપ ચાર રસ્તા, પંચવટી બંગલોઝ, અલીરાજપુર નાકા થઈ જિલ્લા સેવા સદન ખાતે પૂર્ણ થશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ-હોમગાર્ડના જવાનો, વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.
આ તિરંગા રેલીમાં નગરજનોને મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
*******
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,