** દેશ પ્રત્યે ગર્વ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત થાય એવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત કાળમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવા ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે “હર ઘર તિરંગા યાત્રા”નું આહવાન કરવામાં આવ્યું છે, જેના પરિણામે સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાયો છે.
આ અભિયાનમાં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. શાળા-કોલેજ ઉપરાંત જિલ્લાની આંગણવાડીના ભૂલકાઓ પણ સહભાગી બની રહ્યા છે. આંગણવાડીના ભૂલકાઓ દેશભક્તિની થીમ આધારિત પોશાકો પહેરીને દેશભક્તિનો સંદેશો ફેલાવી રહ્યા છે.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર