November 19, 2024

નસવાડીના ધારસીમેલ ધોધ નિહાળવા માટે દૂરથી દૂરથી પ્રવાસીઓ ઉમટી પડ્યા

Share to

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં આવેલ ધોધ નિહાળવા માટે દૂરથી દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે. આ ધોધ ૭૦ ફૂટ જેટલા ઊંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે.સારા વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે.અને પ્રકૃતિ પણ શોળે કળાએ ખીલી ઉઠી છે.

છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે.શોળે કળાએ પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કુદરતી સૌંદર્યની સાથે કુદરતી ધોધ પણ વહેવા લાગ્યા છે.આ કુદરતી ધોધ નિહાળવા આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે.

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસિમેલ ગામમાં વરસાદના પાણી નો દોધ જોવા માટે દૂર થી પ્રવાસીઓ આવે છે. આ ધોધ જોવાનો આનંદ જ કઈક અલગ છે. પહાડોની વચ્ચે આવેલ આ અતિરમણિય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે.પ્રકૃતિના ખોળે સોળે કળા વચ્ચે કુદરતી ઝરણાં વચ્ચે ખૂબ સરસ દોધ વહી રહ્યો છે. આ ઝરણામાંથી પહાડ પર થી અંદાજે 70 ફૂટ ના ઉંચાઈ પરથી આ દોધ પડી રહ્યો છે.આ ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિરમણીય છે .નર્મદા કાંઠે આવેલ આ ધારસિમેલ ધોધ ના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે. આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો શિવાય કોઈ આવતું જતા ન હતા પરંતુ આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે હવે આ વિસ્તાર પણ પ્રિય બની ગયો છે.આ ધોધથી આસપાસના ગામોના લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે..આ દોધ જોવા માટે આવનાર લોકો આનંદની લાગણી અનુભવે છે..

આ ધોધ પર આવવા જવા માટે કાચો રસ્તો છે.ધોધ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પડે છે અને 1કીમી જેટલું અંતર ચાલતા જવું પડે છે.ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.પહાડ પર પગદંડી રસ્તા પરથી આ ધોધ સુધી પહોંચાય છે.જેથી સરકાર દ્વારા આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આવે અને આ ધોધને ડેવલોપ કરવામાં આવે તો આ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે અને ડેવલોપ કરવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed