September 8, 2024

*અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં  તિરંગા યાત્રા યોજાઈ હતી.*

Share to

*લોકેશન.નલિયા*

*જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તેમજ નાયબ કલેકટર સાહેબ શ્રી મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તેમજ પોલીસ સ્ટાફ અને અબડાસાના તમામ સરકારી કર્મચારીઓ તેમજ શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રા નાયબ કલેકટર કચેરીથી નલિયાની બજાર ચોક સુધી યોજાઇ હતી. જેમાં વંદે માતરમ ભારત માતાકી જય ના નારા સાથે લોકો ઉસ્તાભેર આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.**તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ નલિયા ગ્રામ પંચાયત ની સામે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબના વરદ હસ્તે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું.**જેમાં આ તિરંગા યાત્રા માં ભારતીય જનતા પાર્ટી તમામ સક્રિય કાર્યકર્તાઓ તેમજ આજુબાજુ ગામના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.**સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed