December 8, 2024

ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

Share to

ભરૂચ – શનિવાર – ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા ધારાસભ્ય સર્વે શ્રી રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. સંકલનમાં આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
જિલ્લા આયોજન સભાખંડ ખાતે મળેલી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી યોગેશ કપાસે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર. જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share to