જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામેના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લોકલ કાઈમ બ્રાચના પો.ઈન્સ શ્રી જે.જે. પટેલ સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફલો સ્કવોડના પો.સબ.ઇન્સ વાય.પી.હડિયા સાહેબ તથા એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા પ્રવિણસિંહ મોરી એ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા દરમ્યાન એ.એસ.આઈ ઉમેશચંદ્ર એમ.વેગડા તથા પો.કોન્સ દિનેશભાઇ છૈયા તથા પો.કોન્સ પ્રવિણસિંહ મોરી નાઓને સયુક્ત બાતમી હકિકત મળેલ કે જુનાગઢ વંથલી પોલીસ સ્ટેશન માં પ્રોહી કલમ મુજબના ગુન્હાના કામનો આરોપી દિનેશભાઇ જગદીશભાઈ બારીયા રહે જુનાગઢ ગણેશનગર ગાયના ઓટા પાસે વાળો ઉપરોક્ત ગુન્હાના કામે પોલીસની પકડથી ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હોય અને તે હાલ તેના રહેણાક મકાને ગણેશનગર ગાયના ઓટા પાસે હોય તેવી હકિકત મળતા તે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ જઈ ખાત્રી કરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા વોચ તપાસમા રહેતાં મજકુર આરોપી ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએથી મળી આવેલ હોય તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ દિનેશભાઇ જગદીશભાઈ બારીયા રહે જુનાગઢ ગણેશનગર ગાયના ઓટા પાસે વાળો બતાવતો હોય અને મજકુર આરોપી ઉપરોક્ત ગુન્હાના કામે નાસ્તો ફરતો હોય તેવી કબૂલાત આપતો હોય જેથી તેને હસ્તગત કરી આગળની કર્યવાહી કરવા માટે જુનાગઢ વંથલી પો.સ્ટેને સોપવામા આવેલ છે.
1 હસ્તગત કરેલ કેદીનું નામ,
દિનેશભાઇ જગદીશભાઈ બારીયા જુનાગઢ ગણેશનગર ગાયના ઓટા પાસે
લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર.શ્રી જે.જે.પટેલ, પેરોલ ફલો સ્કોડના પો.સ.ઇ.શ્રી વાય.પી.હડીયા તથા એ.એસ.આઈ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા પો. કોન્સ પ્રવિણસિંહ મોરી તથા વુ.પો.કોન્સ. સેજલબેન ગળચર નાઓએ સાથે મળી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ