December 26, 2024

સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર અંર્તગત યોજાયેલી ઈવેન્ટમાં આદર્શ નિવાસી કન્યા શાળા ઝઘડિયાની એનસીસી ધોરણ- ૧૦ ની વિદ્યાર્થીનીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

Share to

ભરૂચ – શનિવાર – એકતાનગર ખાતે Combined Annual Training Camp CATC- (સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર )માં યોજાયેલી ઈવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અલગ- અલગ જિલ્લાની શાળા અને કોલેજોની ૨૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષિકા તેમજ સહયોગી એનસીસી ઓફિસર શ્રીમતી કોમલબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ પોતાની ક્ષમતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આદર્શ નિવાસી કન્યા શાળા ઝઘડિયાની એનસીસી ધોરણ- ૧૦ ની પણ ૨૪ જેટલી વિદ્યાર્થીનીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
આ ઈવેન્ટની સ્પર્ધાઓમાં ડ્રીલ તેમજ ખોખોમાં પ્રથમ ક્રમે, રસ્સાખેંચ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે, ગૃપ ડાન્સમાં પ્રોત્સાહક ઈનામ આ દીકરીઓએ મેળવ્યા હતા. આ ઈવેન્ટ દરમ્યાન CATC- ૨૦૮ ચેમ્પિયનશિપ ટ્રોફી મેળવી ભરૂચ જિલ્લાનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે. આ સિધ્ધી બદલ મદદનીશ કમિશનર આદિજાતી વિકાસ ભરૂચ, શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ ખૂબ – ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


Share to

You may have missed