* મોવીથી ડેડીયાપાડા રોડ ઉપર યાલ ગામે નાળું ધોવાતા વાહનવ્યવહાર ખોરવાયો
* નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા ભારે નુકસાન
* વરસાદી પાણી રસ્તા ઉપર એક ફુટથી વધુ ફરી વળતા કલાકો સુધી ટ્રાફિકજામ
તા.૧૫-૦૭-૨૦૨૪ નેત્રંગ. નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ૨ કલાકમાં ધમાકેદાર બેટિંગ કરતાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ થતાં જળબંબાકારની પરીસ્થિતિ ઉદભવી હતી.નેત્રંગ ટાઉનના જીનબજાર,ગાંધીબજાર અને જુની નેત્રંગ અને ગામે-ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવકરીનો સામાન-જીવનજરૂરીયાતની ચીજવસ્તુને ભારે નુકસાન પહોંચ્યું હતું.નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી,ટોકરી,મધુવંતી,કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદીકાંઠાના કેટલાક ગામો સંપર્કવિહોણા બન્યા હતા.
નેત્રંગ તાલુકાના મોવીથી ડેડીયાપાડા રસ્તા ઉપર આવેલ યાલ ગામનું નાળું વરસાદી પાણીમાં ધોવાણ થતાં વાહનવ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો,અને વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપવામાં આવી હતી.નેત્રંગમાં વરસાદી પાણી રોડ-રસ્તા ઉપર ફરી વળતા કલાકોથી વાહનવ્યવહાર ઠપ્પ રહેતા ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો.કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે મામલતદાર અને પોલીસ કમઁચારીઓ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યા હતા.* બોક્સ :- બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો
નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના પાણીની સપાટીમાં એકસાથે ૩ મીટર જેટલો ધરખમ વધારો થયો છે.હાલમાં બલડેવા ૧૩૯.૮૦ મીટર,પીંગોટ ૧૩૬.૪૦ અને ધોલી ૧૩૪.૩૦ મીટર પાણીની સપાટી છે.આવનાર ટુંક સમય ત્રણેય ડેમ ઓવરફ્લો થવાની પુરેપુરી શક્યતાઓ જણાઇ રહી છે.
* બોક્સ :- મોરીયાણા ગામે યુવાન જીવ બચાવવા તાડના વૃક્ષ ઉપર ચઢી ગયો
નેત્રંગ મોરીયાણા ગામના જયેશભાઇ કનુભાઈ વસાવા સવારના સમયે કુદરતી હાજતે ગયા હતા.એકાએક મોરીયાણા ગામની નદીમાં ઘોડાપુર આવતા પોતાનો જીવ બચાવવા માટે તાડના વૃક્ષ ઉપર ચઢી ગયા હતા.બનાવની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ કરીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી