November 4, 2024

નર્મદાના ડેડીયાપાડા,નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર અને ભરૂચના નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું

Share to

જોકે ધરતીપુત્રોમાં ખુશીની લહેર વચ્ચે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતી

ડેડીયાપાડા નેત્રંગ વચ્ચે નેશનલ હાઇવે ઉપર વરસાદના પાણી ફરી વળ્યાં :- વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી

મોવી થી ડેડીયાપાડા ને જોડતા સ્ટેટ હાઇવે પર યાલ પાસેનો પુલ તૂટી પડ્યો :- વાહન વ્યવહાર બંધ થયો

જોકે ભારે અને મોટા વાહનો માટે આ રસ્તો ત્રણ મહિના માટે બંધ કરાયો જ હતો

સાગબારા તારીખ 15,7,24

આજે વહેલી સવારથી નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર, નાંદોદ અને ડેડીયાપાડા સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તો બીજી બાજુ મોવી થી ડેડીયાપાડા જતા સ્ટેટ હાઇવે ઉપર યાલ અને બિતાડા ગામ પાસે આવેલ એક પુલ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જોકે આ રસ્તો ત્રણ મહિના માટે ગત તારીખ 4 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી મોટા અને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો.
આજે સવારથી નર્મદાના સાગબારા તાલુકાને બાદ કરતા ચારેય તાલુકાઓ તિલકવાડા, ગરુડેશ્વર, નંદોદ અને ડેડીયાપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસી પડ્યો હતો. આજે સવારે 6 કલાક થી 10 કલાક સુધી માં ડેડીયાપાડા તાલુકામાં 23 મિમી , તિલકવાડા તાલુકામાં 87 મિમી ,ગરુડેશ્વર તાલુકામાં 145, નાંદોદ તાલુકામાં 129 વરસાદ પડયો હતો.અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પણ ભારે વરસાદ વરસી પડ્યો હતો. જેના કારણે આ બધાય તાલુકાઓમાં નદી નાળાઓ છલકાઈ ઉઠયા છે અને નદીઓમાં ભારે પાણી વહી રહયા છે.ભારે વરસાદ ના કારણે આ બધાય તાલુકાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે.
તો સાંબેલાધાર વરસાદ વચ્ચે મોવી ડેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઇવે ઉપર યાલ અને બિતાડા ગામ વચ્ચે નો પુલ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જોકે આ સ્ટેટ હાઇવેને રીપેરીંગ કરવા માટે ગત તારીખ 4 જુલાઈ થી 30 સપ્ટેમ્બર એમ ત્રણ મહિના સુધી ભારે અને મોટા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેમાં આજે આ પુલ તૂટી જતા નાના વાહનો માટે પણ રસ્તો બન્ધ થઈ જવા પામ્યો છે. જેના કારણે મોવી થી ડેડીયાપાડા જવા પહેલા 17 કિમિ નું અંતર કાપવું પડતું હતું જે હવે વાયા નેત્રંગ થઈને 40 કિમીનો ફેરવો ફરવો પડશે.તો સાથે સાથે 10 થી 12 જેટલા ગામોને પણ તેની અસર પડશે અને ગ્રામજનોએ પણ રાજપીપળા જવા 40 થી વધુ કિમીનો ચકરાવો મારવો પડશે. ભારે વરસાદ ના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે. ડેડીયાપાડા થી નેત્રંગ વચ્ચે પણ અનેક ઠેકાણે નેશનલ હાઇવે ઉપર વરસાદના કારણે પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદના કારણે વાહનોની લાઈટો ચાલુ રાખીને વાહનો હંકારવાનાઈ ફરજ પડી રહી છે.
સાંબેલાધાર વરસાદના પગલે ડેડીયાપાડા, નેત્રંગ સહિતના બજારો સુમસામ ભાસી રહ્યા છે.ભારે વરસાદના કારણે બજારોમાંથી પાણી વહી રહ્યા હતા. તો અનેક નદીઓમાં પાણી હિલોળે ચઢતા ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે.


Share to

You may have missed