October 3, 2024

જુનાગઢના પંચેશ્વર વિસ્તારમાં થી 690 લીટર દેશી દારૂ સાથે આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસ

Share to



જૂનાગઢ શહેર પંચેશ્વર રોડ વિસ્તારમાં રહેતા પ્રોહી બુટલેગર ઉકા વેજા કોડીયાતર દ્વારા વેચાણ અર્થે ઉતારેલ દેશી પીવાનો દારૂ લીટર-૬૯૦ તથા આથો લીટર-૪૪૦૦ તથા કાર સહિત કિ.રૂ.૧,૭૪,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ

જૂનાગઢ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોસ બોલાવી દબોચી લઈ ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. અને આજરોજ કાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા પો. હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા. ચેતનસિંહ સોલંકી, વનરાજસિંહ ચુડાસમા તથા વરજાંગભાઇ બોરીયાને સયુંકતમાં બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે, જૂનાગઢ, પંચેશ્વર, વાડીયા વિસ્તારમાં રહેતો પ્રોહિ બુટલેગર ઉકા વેજાભાઇ કોડીયાતર, રબારી પોતાના રહેણાંક મકાને ગે.કા. રીતે દેશી પીવાના દારૂ બનાવાની પ્રવૃતિ કરે છે અને હાલ પ્રવૃતિ ચાલુ છે, જે ઠકિકત આધારે મજકુર ઇસમના મકાનની ડેલી પાસે આવી ખુલી હોય અને ડેલી પાસે રોડ પર સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કાર રજી નં. જીજે-૦૩-ડીજી-૨૮૬૩ ની પડેલ હોય જેમાં જોતા અંદર પ્લા.ના બાચકા નંગ-૨૩ જે દરેક બાચકા પ્રવાહી ભરેલ પાંચ લીટરના બુંગીયા નંગ-ક મળી કુલ બુંગીયા નંગ-૧૩૮ જેમાં દેશી દારૂ લીટર-૬૯૦ જેની કિ.રૂા.૧૩,૮૦૦/- તેમજ મકાનની પાછળના ભાગે ચેક કરતા વોકળામાં જમીનમાં દાટેલ પીળું પ્રવાહી ભરેલ બેરલો જોવામા આવેલ. જે બેરલોમાં દેશી દારૂ બનાવવાનો આથો ભરેલ બેરલ નંગ-રશ જે બેરલમાં ૨૦૦-૨૦૦ લીટર પ્રવાહી ભરેલ મળી આવેલ જેથી તમામ મુદામાલ કબ્જે કરી એ ડીવીઝન પો.સ્ટેમાં પ્રોહી મુજબનો ગુન્હો તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ રજી. કરાવવામાં આવેલ.

આરોપીઃ-
ઉકા વેજાભાઈ કોડીયાતર ,જુનાગઢ પંચેશ્વર વાડીયા વિસ્તાર
કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
(૧) દેશી દારૂ ભરેલ બુંગીયા નંગ-૧૩૮ દારૂ લીટર-૬૯૦ કિ.રૂ.૧૩૮૦૦/-
(૨) દેશી દારૂ ભરેલ બેરલ નંગ-૨૨ આથો
લીટર ૪૪૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૦૦૦/-
કુલ પ્રોહી મુદામાલ કિ.રૂ.૨૪,૮૦૦/-
(3 ) હ્યુન્ડાઇ વી કાર રજી નં. જીજે-૦૩-ડીજી-૨૮૬૩ ની કિ.રૂ.૧,૫૦,000/-

સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ- આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે. પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, ચેતનસિંહ સોલંકી, વનરાજસિંહ ચુડાસમા તથા વરજાંગભાઇ બોરીયા વિગેરે પોલીસ
સ્ટાફએ  આરોપીને પકડી પાડવામાં આવ્યો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed