November 27, 2024

બોડેલી ના ઢોકલીયા કોતર પર આવેલ કોઝવે ધોવાણ થઈ તૂટી જતા રાહદારીઓ પસાર થવામાં ખુબ મુશ્કેલી

Share to

બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ રઝાનગર અને વર્ધમાન નગર ની વચ્ચે આવેલ કોતર પર ચાર વર્ષ પહેલાં લાખો રૂપિયા ના ખર્ચે આર.સી.સી પાઇપ મૂકી કોઝવે બનાવેલ જ્યારે તકલાદી અને હલકી ગુણવત્તા ને લઈ કોતર માં પાણી આવતા કોઝવે ધોવાણ થઈ જમીન દોસ્ત થઈ ગયો હતો લાખો રૂપિયા ના ભ્રષ્ટાચાર ની કોઈ તપાસ થશે કે કેમ અને જેતે કોઝવે બનાવનાર એજન્સી દંડ કરી બ્લેક લિસ્ટ કરાશે કેમ ? તેવો લોકોમાં સવાલ ઉઠ્યો છે હાલ લોકો એક તરફથી બીજી તરફ જવા માટે પાળી પર જીવના જોખમે પસાર થયા છે પરંતુ આ કોઝવે ફરી ક્યારે બનશે ? તે એક સવાલ છે.બોડેલી ના ઢોકલીયા કોતર પર આવેલ કોઝવે ધોવાણ થઈ તૂટી જતા રાહદારીઓ પસાર થવામાં ખુબ મુશ્કેલી જોવા મળી રહી છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed