જુનાગઢ માં છેલ્લા ૯ માસથી ખુનના ગુન્હામાં જીલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી નાશી જનાર કાચા કામનો આરોપી અમીનભાઈ અબડા ને પીપલાણા ગામની સીમમાંથી પડડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢ

Share to


જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકથી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમજ પેરોલ જમ્પ, વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર થયેલ આરોપીને પકડી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાઠી કરવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા કાઈમ બ્રાન્ચ, જૂનાગઢની ટીમ સતત પ્રયત્નશીલ હોય.

જે દરમ્યાન જૂનાગઢ શહેર “સી” ડીવી.પો.રસ્ટે. માં સામ્બર આઇ.પી.સી.  જી.પી.એક્ટ કલમ  મુજબના કામના આરોપી અમીનબાઇ સ/ઓ હક્શનભાઈ અલીભાઈ અબડા, રહે. ટીંબાવાડી, દરગાહની પાછળ, તક્ષશીલા સોસાયટી, જૂનાગઢ વાળાને નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના હુકમ આધારે તા.૦૫/૦૮/૨૦૨૩ ના રોજ દિન ૧૪ ના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ હોય. જેને તા. ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ જિલ્લા જેલ, જૂનાગઢ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર ઈરામ હાજર ન થઈ ફરાર થયેલ હોય, જે મજકુર આરોપીને શોધી કાઢવા આજરોજ કાઈમ બ્રાન્ચના પો.સ.ઈ.થી ડી.ડે.ઝાલા તથા એ.એસ.આઇ. વિક્રમભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ. જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલભાઈ સમા, ભરતભાઈ સોલંકી નાઓ સંયુક્તમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, મજકુર પેરોલ જમ્પનો આરોપી હાલ પીપલાણા ગામની સીમમાં ઓસમાણભાઈ) દલની વાડીએથી હોવાની હકિકત આધારે ઉપરોક્ષત ટીમ સાથે હકિકતવાળી જગ્યાએ તપાસ કરતા મજકુર હાજર ઇરામ મળી આવતા પકડી લઇ હસ્તગત કરી જિલ્લા જેલ, જૂનાગઢ ખાતે સોપી આપવામાં આવેલ.

આરોપી અમીનભાઈ સ/ઓ હુશેનભાઈ અલીભાઈ અબડા, ગામેતી,  ટીંબાવાડી, દરગાહની પાછળ, તક્ષશીલા સોસાયટી, જૂનાગઢ, (હાલ) જીલ્લા જેલ જૂનાગઢ


આ કામગીરીમાં ડાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે જે પટેલ તથા પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ. જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલભાઈ સમા, ભરતભાઈ સોલંકી એ રીતેના પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to