November 21, 2024

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોરદા ગામે કેનાલ પાસે રોડ ઉપરથી કિ.રૂ.૪,૩૬,૯૭૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Share to

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….

જે અન્વયે શ્રી વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહીંદ્રા ફોર વ્હિલ બોલેરો પીકપ ગાડી નંબર G J-34-T- 3815 માં ઇગ્લિશ દારૂ ભરી અને જે ગાડીની આગળ એક સ્પેલંડર મોટર સાયકલ રજી.નં. GJ-34- M-6330 ની લઈ બે ઇસમો પાયલોટીંગ કરી ખાટીયાવાટ ગામથી ચલામલી થઈને બોડેલી બાજુ જનાર છે જે મો.સા.આવતા અમો પોલીસે તેમને ઉભો રાખવા હાથ વડે ઇશારો કરતા મોટર સાયકલ ઉભી નઈ રાખેલ જેથી તેને થોડે દુર જઈ મોટર સાયકલ સાથે બંન્ને ઇસમોને પકડી પાડેલ તેમજ થોડીવારમાં બાતમી મુજબની બોલેરો પીકપ આવતા પોલીસના માણસો જોઇને તેમા બેઠેલ બે ઇસમો ગાડી મુકી નાશી છુટેલ જેથી ગાડી નજીક જઈ જોતા બોલેરો પીકપ જેનો રજી.નંબર જોતા GJ-34-T-3815 મા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનીની છુટી પ્લાસ્ટીકની બોટલો તથા બીયરો ભરેલ મળી આવેલ આમ ગે.કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરી કુલ બોટલો નંગ-૨૬૫૪ કુલ કિ.રૂ.૪,૩૬,૯૭૦/-તથા ફોર વ્હિલ ગાડીની કિં.રૂ.૮,૦૦,૦૦૦/-ગણી તથા પાયલોટીગમાં વપરાયેલ મોટર સાયકલ સ્પેલડર રજી.GJ-34-M-6330 જેની કિ.૫૦,૦૦૦/- ગણી તથા મોબાઇલ નંગ.૨ કીમત રૂ.૧૦,૦૦૦/- કુલ કિં.રૂ.૧૨,૯૬,૯૭૦/-નો મુદામાલનો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed