DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી ખત્રી વિદ્યાલય પાસે ના રસ્તા પર ના   તૂટેલા ઢાંકણ  સ્કૂલના વિદ્યાર્થીઓને જોખમ

Share to

બોડેલી અલીપુરા ગજાનંદ પાર્ક ની સામે ખત્રી વિદ્યાલય પાસે રસ્તા પર પાણીની લાઈનના ઢાંકણાં તૂટેલા હોવાના કારણે સ્કૂલના વિદ્યાર્થીત્યાંઓ ને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને અવારનવાર અહીંયાથી પસાર થતાં વાહન ચાલકો અહીં ફસાતા હોય છે તેમજ વાહનોના ટાયર ખુલ્લા ઢાંકણમાં ફસાઈ જતા હોય છે. અને અકસ્માતના બનાવો બનતા હોય છે ખત્રી વિદ્યાલય અને એમડીઆઈ સ્કૂલ માં અંદાજિત 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આ રસ્તા પરથી જ અવરજવર કરે છે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને અહીંથી એમડીઆઈ સ્કૂલનો જે રસ્તો ખત્રી વિદ્યાલય નો જે રસ્તો છે ગજાનંદ પાર્કની સામે રોડ પર તૂટેલા ખુલ્લા ઢાંકણા ને લઈને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે અને અહીંથી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ પસાર થતા હોય છે જેને લઈને વહેલી તકે અહીં ઢાંકણું મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to