DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલીની છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય ઓરસંગ નદી પર ના બ્રિજ પર નો રોડ ખાડા થી ભરપૂર અને ખખડધજ હોય વાહન ચાલકો રોજિંદી મુશ્કેલી ભોગવી રહ્યા છે.

Share to

બોડેલી થી રાજપીપળા તરફ જતો માર્ગ રાત દિવસ ધમધમતો માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જાય છે. છોટાઉદેપુર, પંચમહાલ , મહીસાગર જિલ્લા સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ ના વાહનો પણ આ માર્ગે થી પસાર થાય છે. ત્યારે બોડેલી ઓરસંગ બ્રિજ ના માર્ગ પ્રત્યે તંત્ર ધોર ઉપેક્ષા કરી રહ્યું છે.
જર્જરિત પુલ ના પાયા પણ ઊંડે સુધી ડોકાવા લાગ્યા છે. ભારજ પુલ તૂટ્યો તેનાથી અન્ય પુલો માટે તંત્ર બોધપાઠ લે તેવું હાલ દેખાતું નથી. નેતાઓ પણ નવા પુલ માટે રજૂઆત કરવા માટે ના ખાલી આશ્વાસન આપી પોતાની જવાબદારી માથી છટકી રહ્યા છે.
આદિવાસી વિસ્તાર માં ઇન્ફાસ્ટ્રક્ચર નો જે રીતે વિકાસ થવો જોઈએ તે જોવા મળતો નથી. રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તાર માટે ઓરમાયુ વર્તન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
અધિકારી રાજ માં પ્રજા નો અવાજ દબાઈ રહ્યો છે.
આવા સંજોગો માં છોટાઉદેપુર જિલ્લા ના સૌથી વ્યસ્ત ઓરસંગ નદી પર ના રસ્તા ની મરામત માટે તાકીદે કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed