જૂનાગઢમાં રૂ. ૩૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી ને ગોવિંદભાઈ સોલંકી ને પરત કર્યું

Share to



જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ગોવિંદભાઇ સરમણભાઇ સોલંકી માણાવદરના વતની હોય, અને રાજકોટથી જૂનાગઢ આવેલ હોય. ગોવિંદભાઇ રેલ્વે સ્ટેશનથી મધુરમ ગેટ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. મધુરમ ગેટ  ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૩૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે બેગમાં કપડા તથા અન્ય જરૂરી સામાન હોય.* ગોવિંદભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, રૂપલબેન છૈયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ગોવિંદભાઇ સોલંકી મધુરમ ગેટ જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી ગોવિંદભાઇ પોતાનું રૂ. ૩૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષા શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ગોવિંદભાઇ સોલંકીનું   રૂ. ૩૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ગોવિંદભાઇએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ગોવિંદભાઇ સોલંકીનું રૂ. ૩૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed