પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૧-૦૬-૨૦૨૪.
નેત્રંગ નગરમા નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે સંદીપકુમાર ઠાકોરલાલ ગાંધી નુ જાનકી પ્રિન્ટસઁ ના નામે પ્રિન્ટીંગ પ્રેસ આવેલ છે. આ પ્રેસમા કોઇક અગમ્ય કારણોસર રાત્રિના એક વાગ્યા આસપાસ આગ લાગી હતી. રાત્રિના સમયે કોઇ ક ની નજર પ્રથમ માળે આવેલ આ પ્રેસ ઉપર પડતા દુકાનના શટલ વાટે ધુમાડા બહાર નિકળતા નજરે પડ્યા હતા. જેને લઇ ને તાત્કાલિક ગાંધીબજાર ખાતે રહેતા દુકાન માલિક ના ધરે સંપર્ક કરતા સંદીપભાઇ ગાંધી પોતાના ફેમેલી સાથે ચાર ધામ યાત્રાએ ગયા હોય. તેઓના પિતા ઠાકોરલાલ મુળજીભાઇ ગાંધીનો સંપર્ક કરી તાત્કાલિક તેઓને દુકાને બોલાવ્યા હતા. આગ લાગી હોવાની વાત વાયુ વેગે નગરમા ફેલાઇ જતા ધટના સ્થળે લોક ટોળા ઉમટી પડયા હતા. આગ લાગવાની ધટના બનતા તાત્કાલિક અસર થી નગરમા વિજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. જોકે બાદમા વિજપુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામા આવ્યો હતો.આગને કાબુમા લેવા માટે વિજયભાઈ ભગવાનદાસ માછીએ ઝધડીયા જીઆઇડીસી ખાતે આવેલ ફાયર વિભાગને ટેલીફોનિક સંપર્ક કરી હકકીત જણાવતા ફાયરબ્રિગેડ ના જવાનો બંબા સાથે તાત્કાલિક નેત્રંગ ખાતે આવી પહોચ્યા હતા. અને આગને કાબુમા લીધી હતી.નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીએ પંચકાયસ કરી નેત્રંગ મામલતદાર ને રિપોર્ટ કર્યો છે. પ્રિન્ટીંગ પ્રેસમા રાખે કોમ્પ્યુટર થી લઇ ને મોટાભાગનો સામાન બળીને ખાખ થઇ જતા પ્રેસ માલિક સંદીપભાઈ ને મોટુ આથિઁક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
પુત્રને બચાવવા માટે જંગલી દીપડા સામે પિતા એ બાથ ભીડી, મોતના મુખ માંથી પુત્રને બચાવ્યો
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા સાહેબના હસ્તે વિસાવદરમાં નવી ગ્રામ્ય ડીવીઝન કચેરી કાર્યરત કરવામાં આવી હવે લોકોના ઇસ્યુ ફરિયાદના પ્રશ્નોમાં સરળતા પડશે
વાલીયાના ચંદેરીયા ગામે એક ઘરે એલસીબી ટીમે રેડ કરી રૂપિયા ૯૦ હજાર ઉપરાંત ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી લીધો.