December 4, 2024

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ભાજપની થશે જીત

Share to



સંપૂર્ણ ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ભાજપ આગળ રહ્યું છે . એક્ઝિટ પોલ પ્રમાણે જોવા જઈએતો ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ શકે એવું લાગી રહ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંની એક બેઠક પહેલેથીજ ભાજપના નામે થઇ ગઈછે, ત્યારે બાકીની 25 બેઠકો પર પણ ભાજપનો જંડો લહેરાઈ શકે છે.

રાજકોટની લોકસભા બેઠક આ વખતે ભારે વિવાદોમાં ઘેરાયેલી રહી હતી. આપને જણાવી દઈએ ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટીપ્પણીના કારણે ઘણું રાજકારણ ગરમાયું હતું. જેના કારણે ભાજપની મુશ્કેલી વધી ગઈ હતી. તેમ છતાં એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ ગુજરાતની તમામ બેઠકો જીતી શકે તેવું લાગી રહ્યું છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલના આંકડામાં પણ ફરીથી ભાજપ તમામ બેઠકો જીતી શકે છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા અનુસાર કોંગ્રેસનું આ વખતે પણ ખાતું ખોલી રહ્યું નથી.


Share to