જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા દ્વારા જિલ્લાની ૭ લીઝ અને ૪ સ્ટોક રદ કરાયા*

Share to*જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લામાં લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ કરતી ૭ લીઝ અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન-વાહન-સંગ્રહ અટકાવવા ૪ સ્ટોક રદ કર્યા છે.

જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, બોડેલી પ્રાંત અધિકારીશ્રી મૈત્રીદેવી સિસોદિયા તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી, છોટાઉદેપુર દ્વારા તા. ૨૯/૦૫/૨૦૨૪ ના રોજ જબુગામ, સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૪ સ્ટોક ધારક દ્વારા હાઇવે/માર્ગની નજીકના અંતર સુધી સ્ટોક કરેલ હોય નાગરીકોની માર્ગ સલામતીને ધ્યાને રાખી તેમજ સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન-વહન-સંગ્રહને અટકાવવાના ઉદ્દેશથી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ૪ સ્ટોક અને ૧ લીઝ રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી, છોટાઉદેપુર, બોડેલી મામલતદારશ્રી તથા જેતપુર મામલતદારશ્રી દ્વારા તા. ૩૧/૦૫/૨૦૨૧૪ના રોજ ઓનલાઇન રોયલ્ટીની ચકાસણી કરતાં ક્ષેત્રફળના આધારે વધુ ખાણકામ જણાઇ આવતા તથા ઊંડુ ખાણકામ અને લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ જણાઇ આવતાં ૬ લીઝને રદ કરવામાં આવી છે. 


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to