ઝગડીયા તાલુકાના દુ વાઘપુરા,ઉમલ્લા ગામે ઠેર ઠેર દેશી દારૂ ની પોટલીઓ જોવા મળતા સ્થાનિકો માં રોષ.. સોસીયલ મીડિયા માં થયો વિડિઓ વાયરલ…

Share to

ઉમલ્લા બજાર ના 500 થી 600 મીટર ના અંત્તર માંજ ચાર થી પાંચ દેશી દારૂ ની હાટડીઓ ધમધોકાળ ચાલી રહી છે…

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે ઠેર ઠેર દેશી દારૂ ની પોટલીઓ જોવા મળતા સ્થાનિકો માં રોષ.. સોસીયલ મીડિયા માં થયો વિડિઓ થયો વાયરલ…

એમ તો કહેવાય છે કે ગુજરાત માં દારૂબંધી છે પરંતું દારૂ ડગલે ને પગલે મળી જ જતો હોવાનું લોકો માને છે ત્યારે ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં ચૂંટણી ની આચારસંહિતા ના કારણે ઘણા સમય થી ઈગ્લીશ દારૂ નું મહદ્દઅંશે હાલ વેચાણ બન્ધ થતા દેશી દારૂ નું વેચાણ બે રોક ટોક ચાલી રહ્યું છે જેમાં લોક ચર્ચા મુજબ મોંઘાઘાટ અંગ્રેજી દારૂ ની માંગ પુરી ના થતા કેટલાક વ્યશની દેશી દારૂ થી સંતોષ માનવા મજબુર બન્યા છે ત્યારે ગામો માં વેચાતા દેશી દારૂ પીતા લોકો દારૂ ની પોટલીઓ નું સેવન કરી જ્યાં ત્યા દારૂ ની પલાસ્ટીક ની પોટલીઓ જાહેરમાંજ ફેંકી દેતા જોવા મળતા હોઈ છે ત્યારે દુમાલા વાઘપુરા બજાર ના નવરાત્રી ચોક માં આવેલ દુકાનો પાસેજ દારૂ ની પોટલીઓ જોવા મળતા કોઈક વ્યક્તિ દ્વારા વિડિઓ સોશ્યિલ મીડિયા માં વાયરલ કર્યો હતો..જેમાં બઝાર માં આવેલ દુકાનો પાસે નો જગ્યા ઉપર નો આ વિડિઓ કહેવાય રહ્યો છે જેમાં દુકાનો સહીત રહેણાંક મકાનો પણ આવેલા છે ત્યારે આ જગ્યા ઉપરથી પસાર થતા દારૂડિઆઓ દારૂ પી અને જેમ તેમ ફેંકી અને ખરાબ ગાળો બોલતા હાલતા થાય છે જેના થી આજુ બાજુ ના દુકાનદારો અને રહીશો ને દારૂ ની અસહ્ય દુર્ગંધ સહન કરવી પડી રહી છે..

સોશ્યિલ મીડિયા માં વિડિઓ વાયરલ થતા પોલીસ તંત્ર ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે મુખ્ય મથક ઉમલ્લા, દુ વાઘપુરા બજાર ની મધ્ય માંજ આવા તત્વો જાહેરમાં જ દારૂ પી ને પોટલીઓ ફેંકતા તેઓ ને આવા દારૂ પીનારાઓ દેખાતા નથી કે પછી તેઓ આ બાબતે જાણવા છતાં અંજાણ બની રહ્યા છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે ઉમલ્લા બજાર ના 500 થી 600 મીટર ના અંત્તર માંજ ચાર થી પાંચ દેશી દારૂ ની હાટડીઓ લાગેલી છે જે જગ જાહેર છે પરંતું આ બાબતે સ્થાનિક પોલીસ દ્વારા આવા દેશી દારૂ વેચનારઓ ઉપર કોઈ પણ જાત ની કડક કાર્યવાહી થતી નથી તો બીજી તરફ સ્થાનિક દુકાન ધારકો અને સ્થાનિક રહીશો રાત્રદિવસ ચાલતી રેતીની ટ્રકો ના અવરજવરના કારણે ઉમલ્લા, દુ વાઘપુરા ના દુકાનધારકો ઘરાકી તૂટી રહી હોવાની પણ બુમરાડ મચી છે જેમાં બજાર સહિત સ્થાનિક દુકાન ની આગળ કોઈ પણ વાહન રોકવાની કે ઉભું રાખવાની મનાઈ છે ત્યારે દુકાન ઉપર કોઈ વાહન ઉભુજ ન રાખે તો ગ્રાહક દુકાનમાંથી ખરીદસે કેવી રીતે બીજી તરફ પોલીસ વિભાગ પણ ટ્રાફિક ની સમસ્યા ના સર્જાય તે માટે વાહનોને રોકાયા વિના આગળ ચાલતા રેહવાની વાત કરી રહી છે ત્યારે લોકો માં ક્યાંકને ક્યાંક અસામાજિક પ્રવુતિ કરતા લોકો ઉપર પોલીસ કાર્યવાહી ના કરતા અન્ય દુકાન ધારકો ને પડતી તકલીફ કેમ દેખાતી નથી તેવી પણ લોકચર્ચા એ હાલ જોર પકડ્યું છે ત્યારે દારૂ ની હાટડીઓ ધમધોકાળ ચાલતા પરેશાની નો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા હોઈ તેમ હાલતો લાગી રહ્યું છે ત્યારે સોશ્યિલ મીડિયા માં વિડિઓ વાયરલ થતા દારૂ ની પોટલીઓ પીનારો ઉપર અને દારૂ ની હાટડીઓ ઉપર પોલીસ પ્રસાસન કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે….


Share to