ભરૂચમાં દબાણ હટાવ ઝુંબેશ: ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક દબાણો દુર કરાયા, સતત ત્રીજા દિવસે દબાણ ઝુંબેશ યથાવત

Share to





ભરૂચના જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલા દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે ઝાડેશ્વર ચોકડી પર મુખ્ય રોડને અડીને આવેલા લાડી ગલ્લા ધારકોને વારંવાર ગામ પંચાયત અને ટ્રાફિક વિભાગ દ્વારા નોટિસ આપી હતી.તેમ છતાંય દબાણકારોએ દબાણો નહિ હટાવતા સી ડીવીઝન પોલીસે દબાણ હટાવો ઝુંબેશ કામગીરી હાથ ધરી હતી.

અગાઉ દબાણકારોને નોટીસ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ અને ઝાડેશ્વર પંચાયત દ્વારા ત્રણ દિવસની નોટીસ આપવામાં આવી હતી.તેમ છતાંય દબાનકારોએ તેમના લારી ગલ્લાનાં દબાણ નહિ હટાવતા આજરોજ ઝાડેશ્વર ચોકડીને અડીને આવેલા મુખ્ય માર્ગ ઉપરના લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ત્યારે ઝાડેશ્વર ચોકડી પર લારી- ગલ્લા ચલાવી રોજી રોટી પ્રાપ્ત કરતા લારી ધારકો આક્રોશ જોવા મળી રહ્યો હતો.આ માર્ગ ઉપર જ મોટા મોટા બસના પાર્કિંગો આવેલા છે.

લારી-ગલ્લાવાળાને અન્ય સ્થળે વ્યવસ્થા કરવા માગ ત્યારે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર મોટી સંખ્યામાં લકઝરી બસો અવર-જવર કરતી હોય કંપનીઓના શિફ્ટના ટાઇમે ઝાડેશ્વર ચોકડી પર ટ્રાફિકજામની સમસ્યા સર્જતી હતી.જેને લઈને અનેક બુમો ઉઠી હતી.પોલીસ વિભાગે આ લારી ગલ્લાઓ હટાવ્યા હતા.જેથી રોજ રોજ કમાઈને ખાનાર વ્યક્તિઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.ત્યારે લારી-ગલ્લાવાળાએ તેમને કોઈ યોગ્ય જગ્યાએ વ્યવસ્થાઓ કરી આપવામાં આવે તેવી માગણી સ્થાનિક લોકોએ કરી છે.


Share to