જૂનાગઢના વતની હોય, અમરબીનભાઇ મજરૂમ ઓટો રિક્ષા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોયઅને રૂપિયા 12000 કિંમત નો મોબાઇલ ફોન ખોવાઈ જતા જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં શોધીને અરજદારને પરત કર્યો

Share to



રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.
જૂનાગઢ રેન્જના આઈજી  નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસપ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર અમરબીન ઇમરાહીમભાઇ મજરુમ જૂનાગઢના વતની હોય, અમરબીનભાઇ ઓટો રિક્ષા ચલાવી પોતાનું તથા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય અમરબીનભાઇ ગાંધીચોકથી કાળવા ચોક પોતાની ઓટો રિક્ષા લઇ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો C53 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* અમરબીનભાઇએ તે મોબાઇલ ફોન શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ. તેઓ જે રૂટ પરથી પોતાની ઓટો રિક્ષા લઇ પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહી તથા અમરબીનભાઇનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, તરૂણભાઇ ડાંગર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અમરબીનભાઇ જે રૂટ પરથી પોતાની ઓટો રિક્ષા લઇ પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા અમરબીનભાઇ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો C53 મોબાઇલ ફોન આઝાદ ચોક પાસે પડતો હોય તેવું CCTV માં નજરે પડેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે વ્યક્તિનો આગળનો રૂટ ચેક કરતા તે અજાણ્યો વ્યકિત રજી. નં. GJ-37-A-3429 સાઇન બાઇક લઇને આવેલ હોય તેવું શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તે બાઇક ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અમરબીનભાઇનો                             રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો C53 મોબાઇક ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અમરબીનભાઇ મજરુમે જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા અમરબીનભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અમરબીન ઇમરાહીમભાઇ મજરુમનો રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો C53 મોબાઇલ ફોન ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed