ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીની અન્ય ઇસમ દ્વારા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની પોલીસ ફરિયાદ.. ઇસમ દ્વારા યુવતીના ફોટા પાડીને તેના શરીરના ગુપ્ત ભાગના વિડીયો ઉતારી વાયરલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી પરિણિત યુવતી દ્વારા અન્ય ઇસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારીને વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ સંદર્ભે સદર ઇસમ સામે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર યુવતીએ ત્રણ વર્ષથી જેની સાથે પ્રેમ સંબંધ હતો તે ઝઘડિયા તાલુકાના એક યુવક સાથે આજથી અગિયાર મહિના પ્રેમ લગ્ન કર્યા હતા. ચિરાગસિંહ અજીતસિંહ સોલંકી (દરબાર) નામનો એક ઇસમ યુવતીની સાસરીના ઘરે અવારનવાર અવરજવર કરતો હતો. ત્રણેક મહિના પહેલા ચિરાગસિંહે યુવતીને મોબાઇલ પર ફોન કરીને કહેલ કે તુ મને બહુ ગમે છે,મારે તને મળવું છે. ત્યારબાદ યુવતી નેત્રંગ તાલુકાના તેના પિયરના ગામે ગઇ હતી. ત્યારે પણ ચિરાગસિંહ તેણીની સાથે અવારનવાર ફોન પર વાત કરતો હતો.

આ યુવતી તેના નાનાભાઇને શાળાએ મુકવા આશ્રમમાં ગઇ હતી ત્યારે ચિરાગસિંહ મોટરસાયકલ લઇને આવ્યો હતો અને યુવતીને મોટરસાયકલ પર બેસાડીને ભરૂચ ખાતેની એક હોટલમાં લઇ ગયો હતો અને યુવતીને હોટલના એક રૂમમાં બેસાડીને તેને કહેવા લાગેલ કે તું મારી સાથે સંબંધ નહિ રાખેતો હું મરી જઇશ,આમ કહીને તેને બાથ ભરીને મોબાઇલમાં બન્નેના ફોટા પાડ્યા હતા. ત્યારબાદ યુવતીને કહ્યું હતું કે તુ મારી સાથે સંબંધ નહિ રાખેતો હું દવા પીને મરી જઇશ. આ ઇસમ યુવતીના ફોટા તેના પતિને મોકલી આપવાની ધમકી આપીને હેરાન કરતો હતો.ત્યારબાદ પણ આ ઇસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા,અને યુવતીના ગુપ્ત ભાગના વિડીયો ઉતાર્યા હતા. આ ઇસમ યુવતીના ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. અને તેણે પાડેલ ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા હતા.

આ ઇસમે જો યુવતી તેની સાથે સંબંધ રાખે તો તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીએ તે જાતે આદિવાસી સમાજની હોવાનું જાણવા છતાં સદર ઇસમે અવારનવાર તેણીનો પીછો કરીને તેના ફોટા અને વિડીયો ઉતારીને બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવી સદર ઇસમ વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Share to

You may have missed