“સુરો ભારતી “સંગીત કલાવૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલ માં ઝઘડિયા ના ચાર કલાકારોને ગોલ્ડ મળ્યા.

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા, DNS NEWS ગાયન વિભાગ તબલા વિભાગ અને હાર્મોનિયમ વિભાગમાં બે કલાકારોને ગોલ્ડ મેડલ મળ્યા. સુરો ભારતી સંગીત કલાવૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલ ના તાબા હેઠળ ઝઘડિયાની શ્રૃતિ કલાવૃંદ કાર્યરત છે, આ સંસ્થાના પ્રિન્સિપાલ ભાવેશ વસાવા દ્વારા ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના અલગ અલગ સંગીત પ્રેમીઓને ઝઘડિયા ખાતે સંસ્થામાં જોડી સંગીતનું શિક્ષણ આપી રહયા છે, ઝઘડિયાની શ્રુતિ કલાવૃંદ સૂરો ભારતી સંગીત કલા કેન્દ્ર ના નેજા હેઠળ કામ કરતી સંસ્થા છે, ઝઘડિયાની આ સંસ્થાના ચાર કલાકારોને યુનિવર્સિટી ખાતેથી ગોલ્ડ મેડલ મળ્યા છે, જેમાં (૧) ગાયન વિભાગમાં હરેશભાઈ સી વસાવા રહે. જેસપોર (૨) તબલા વિભાગમાં રામદેવભાઈ વસાવા રહે. અસનાવી (૩) હાર્મોનિયમ વિભાગમાં હરેશભાઈ વસાવા રહે. કોચબાર તથા (૪) હાર્દિકસિંહ યાદવ રહે.ભરૂચને ગોલ્ડ મેડલ મળ્યા છે, આ સંગીત કલાકારોના સન્માનમાં આજરોજ શ્રુતિ કલાવૃંદ ઝઘડિયા દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ કલાકારોને સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જયશીલ પટેલ, નીરૂબેન યાદવ, ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવા, ઉપ સરપંચ હેમલતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કલાકારોને મેડલ તથા સર્ટિફિકેટ શ્રૃતિ કલાવૃંદ તરફથી એનાયત કરવામાં આવ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે સૂરો ભારતી સંગીત કલાવૃંદ રવીન્દ્રનાથ ટાગોરની શૈલી આધારિત કાર્યરત છે. શ્રુતિ કલાવૃંદ ઝઘડિયા દ્વારા આદિવાસી સમાજ તથા અન્ય સમાજોના સંગીત પ્રેમીઓને પ્રાચીન કલા શાસ્ત્રીય સંગીતને ઉજાગર કરવાનુ કામ નહીંવત ફી લઈને કરી રહી છે, આ બાબતે સૂરો ભારતી સંગીત કલાવૃંદ વેસ્ટ બેંગોલ દ્વારા સૌથી ઓછી ફી લઈ સંગીત ની તાલીમ આપવા બદલ વિશેષ ૩૦ ટકા જેટલું ફીમાં ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું હતું.


Share to