DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢના ભેસાણ ના નાનાકોટડા ગામે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 51 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યાભોજનનો બગાડ ન કરવા માટે હજારો લોકોએ શપથ લીધા

Share to




જૂનાગઢના ભેસાણ ના નાનાકોટડા ગામમાં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 51 દીકરીઓના સમુહ લગ્ન કરીને સાસરે વળાવી હતી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ 10 મો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં અત્યાર સુધીમાં 500 દીકરીઓએ સમુહ લગ્નના માધ્યમથી પ્રભુતામાં પગલાં પાડ્યા છે એટલું જ નહીં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ નું વીજન પણ છે બધા જ સમાજના લોકોમાં કુરિવાજો પ્રી વેડિંગ ફોટોગ્રાફી રિસેપ્શન જેવા  ખોટા ખર્ચથી બચીને એક સાથે ગરીબ દીકરી હોય કે પૈસા વાળા ની દીકરી હોય બધા જ સમાજની દીકરીઓ સમૂહ લગ્ન માં જોડાઈને આજના મોર્ડન સમયમાં યુવાનો ખોટા ખર્ચથી દૂર રહીએ  ટ્રસ્ટીઓના પણ દીકરા દીકરીઓ આ  સમુહ લગ્નમાં પરણાવીને બધા વર્ગના સમાજના લોકોને  પ્રેરક ઉદાહરણ સદભાવના ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પણ યોજાયા હતા જેમાં માધવ પ્રિયદાસજી સ્વામી દ્વારકાથી શ્રીકૃષ્ણની મોટી જાન લઈને આવ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે વિવાહ કરવા માટે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગાડામાં જાન જોડીને આવ્યા હતા અને શ્રીકૃષ્ણ રુક્ષ્મણીના ધામધૂમથી વિવાહ કરવામાં આવ્યા હતા દાતા શ્રી ભામાશા કનુભાઈ કાનકડ કે જેઓએ કોઈપણ જગ્યાએ સમૂહ લગ્ન હોય તો કનુભાઈ કાનકડ સહયોગીદાતા બની ભોજન પ્રસાદ નો ખર્ચ પોતે જ ઉઠાવતા આવ્યા છે આ સમૂહ લગ્નમાં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈપણ જગ્યાએ સમૂહ લગ્નની શરૂઆત થતી હોય ત્યારે પ્રથમ કૃષ્ણ અને રૂક્ષ્મણી ના વિવાહની શરૂઆત કરે છે ત્યારબાદ આ સમૂહ લગ્નમાં 51 દીકરીઓના લગ્ન શરૂ થાય છે. ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ ઉંદર સંસ્થાપક હરેશભાઈ સાવલિયા ઉપપ્રમુખ જેડી કથીરિયા તેમજ સુરતના ઉદ્યોગપતિઓ દાતાઓ હર્ષદભાઈ રીબડીયા રમણીકભાઈ દુધાત્રા ચુનીભાઇ ગજેરા નરેશભાઈ પટેલ અશોકભાઈ મોવલીયા ચંદુભાઈ વેકરીયા અને દ્વારકાના માધવ સ્વરૂપદાસજી સ્વામી સહિતના સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મોટી સંખ્યામાં હાજર રહી અને આ સમૂહ લગ્ન માં જોડાયા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to