મીડિયા ના એહવાલ બાદ કાર્યવાહી પરંતું… ખનીજ વિભાગ ને રેતીના મહાકાય ઢગલા કેમ દેખાયા નહિ એ બાબતે આશ્ચર્ય સર્જાયું..

Share to

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

રાત્રી દરમિયાન હાયવા ટ્રક મોટી સઁખ્યા માં ચાલતા ટ્રકો ના ઘોઘાટ થી ઉમલ્લા સહિત ઇન્દોર,પાણેથા માર્ગ માં આવતા ગામો ના લોકો ની ઊંઘ હરામ….

વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા

ભરૂચ ખાણ ખનીજ વિભાગે ગત રોજ રાતના સમયે
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પણેથા તરફથી રેતી ભરીને આવતી કેટલીક ટ્રકો અટકાવીને ચેકિંગ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લા ભુસ્તર વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન
૧૨ જેટલી રેતીવાહક ટ્રકો રોયલ્ટી વિનાની તેમજ ઓવરલોડ હોવાનું જણાતા આ વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી
મોટાપાયે ચૈત ખનન થાય છે.નર્મદાના પટમાંથી રેતી ભરીને આવતા વાહનો પૈકી ઘણા વાહનો રોયલ્ટી ભર્યાવિનાના,વરલોડ જથ્થો તેમજ પાણી નીતરતી રેતી
ભરીને આવતા હોવાની વ્યાપક ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા કોઈ વાર નામ માત્રની કાર્યવાહી કરીને સંતોષ લેવામાં આવતો હોય છે. ગતરોજ રાતના જિલ્લા ભુસ્તર વિભાગ
દ્વારા ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા
વિસ્તાર માંથી રેતી ભરીને આવતી કેટલીક ટકો અટકાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં ૧૨ જેટલી ટ્રકોમાં રોયલ્ટી ચોરી તેમજ ઓવરલોડ જથ્થો ભરેલ હોવાનું જણાતા તેમને મેમો આપીને આ વાહનો
ઉમલ્લા પોલીસને સોંપ્યા હતા.ઉલ્લેખનીય છે કે રાજપારડી થી ઉમલ્લા સુધીના વિસ્તારમાં ખડોલી, રાજપારડી, સારસા, હરિપુરા, ઉમલ્લા દુ.વાઘપુરા જેવા વિસ્તારોમાં મુખ્ય ધોરીમાર્ગ ને અડીને અને કેટલાક સ્થળોએ લગભગ લગોલગ રેતીના મહાકાય ડુંગર સમાન ઢગલાઓ ઉભા કરાયા છે. ભુસ્તર વિભાગના ના અધિકારીઓ આ રેતી ના નિયમ વિરુદ્ધ ઉભા કરાયેલ ઢગલાઓ નજીકથી ઉમલ્લા તરફ ગયા હશે, ત્યારે એમને રેતીના આ ઢગલા કેમ દેખાયા નહિ એ બાબતે આશ્ચર્ય સર્જાયું હતું.

ભૂસ્તર વિભાગે જે રેતી ની રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપી તે કો પૈકી ઘણી ટ્રકો આવા રેતીનો સ્ટોક
કરતા વેપારીઓ ખરીદીને સંગ્રહ કરતા હોય છે,ત્યારે રેતીનો સ્ટોક કરેલ ઢગલામાં પણ રોયલ્ટી ચોરી થતી હોય એ સ્વાભાવિક છે, છતાં રેતીના ઢગલાઓ વંટીને ઉમલ્લા તરફ ગયેલ ખાણ ખનિજ અધિકારીઓને કેમ રેતીનામહાકાય ઢગલા દેખાયા નહિ?

રેતીના ઢગલાઓની મહત્તમ ઊંચાઇ કેટલી હોવી જોઈએ તેમજ રોડથી કેટલા દુર હોવા જોઇએ એ બાબતે પણ જરૂરી નિયમો નો અભાવ હોવા છતાં જિલ્લાનો ભુસ્તર વિભાગ આંખ આડા કાન કરે છે,ત્યારે આ બાબતે રાજ્ય સ્તરેથી ભુસ્તર અધિકારીઓ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ પણ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે…


Share to