જૂનાગઢની નોબેલ સ્કૂલમાં માણાવદર નો વિદ્યાર્થી ગોહેલ જતીનભાઈ અભ્યાસ કરતો હોય અને 14, 500 ની કિંમત નો મોબાઇલ ફોન ખોવાઈ જતા જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં શોધીને અરજદારને પરત કર્યો

Share to




રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ગોહેલ જતીનભાઇ મહેશભાઇ માણાવદરના વતની હોય, જતીનભાઇ નોબલ સ્કૂલ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા હોય જતીનભાઇ મોતીબાગ સર્કલ પાસે ચા પીવા માટે રોકાયેલ હોય  તે દરમ્યાન તેમનો રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતનો iPhone X મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* જતીનભાઇએ તે મોબાઇલ ફોન શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ. તેઓ જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર તથા જે ટી-સ્ટોલએ ચા પીવા રોકાયેલા ત્યાં પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહી તથા જતીનભાઇનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા, હિનાબેન વેગડા, એન્જીનીયર જલ્પાબેન રામ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જતીનભાઇ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા જતીનભાઇ પોતાનો રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતનો iPhone X મોબાઇલ ફોન ટી-સ્ટોલએ જ ભુલીને જતા રહેલ હોય ત્યારબાદ તુરંત જ એક અજાણ્યો વ્યકિત તે ટી-સ્ટોલે આવે છે અને તે મોબાઇલ ફોન ઉઠાવે છે તેવું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે વ્યક્તિનો આગળનો રૂટ ચેક કરતા તે અજાણ્યો વ્યકિત રજી. નં. GJ-25-AC-0841 એક્ટીવા લઇને આવેલ હોવુ તેવું  શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે એક્ટીવા ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તે એક્ટીવા ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા જતીનભાઇનો રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતનો iPhone X મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને જતીનભાઇ ગોહેલે જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા જતીનભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા જતીનભાઇ મહેશભાઇ ગોહેલનો રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતનો iPhone X મોબાઇલ ફોન ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
ન્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to