DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

* નેત્રંગ તાલુકામાં ધોરણ :- ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો વિધિવત પ્રારંભ * કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી વિધાર્થીઓને પ્રવેશ અપાયો

Share to

તા.૨૭-૦૨-૨૦૨૫ નેત્રંગ.


નેત્રંગ તાલુકામાં ધોરણ :- ૧૦ અને ૧૨ ની બોડઁની પરીક્ષાનો વિધિવત પ્રારંભ થયો હતો.પરીક્ષાને લઇને વિધાર્થીઓ-વાલીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જણાઇ રહ્યો હતો.જ્યારે વિધાર્થીઓ ભયમુક્ત વાતાવરણ અને શાંતિપુણઁ માહોલમાં પરીક્ષા આપી શકે તે શાળાસંચાલકો પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી હતી.જેમાં નેત્રંગ તાલુકા મથકે કાયઁરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં ધોરણ :- ૧૦ ગુજરાતી વિષયના પેપરમાં કુલ ૯૨૩ માંથી ૯૧૪ વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.જ્યારે ધોરણ :- ૧૨ અથઁશાસ્ત્રી વિષયના પેપરમાં કુલ ૩૧૯ માંથી ૩૧૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જે દરમ્યાન નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી,કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઇ ભક્ત,મંત્રી સમીરભાઇ ભક્ત,સહમંત્રી અશોકભાઇ પ્રજાપતિ,આચાર્ય આર.એલ વસાવા અને સુપરવાઇઝર પ્રમોદસિંહ ગોહિલ સહિત શિક્ષકોએ વિધાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી વિધાર્થીઓને પ્રવેશ અપ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to