DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ના ભેસાણની સરકારી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

Share to

ભેસાણ માં આજ રોજ તારીખ:-28/૦2/2025 ના રોજ સી. વી. રામનના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે PM SHRI સ. વ. પ. જીન પ્લોટ પે સેન્ટર શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિદ્યાર્થીઓએ અવનવા 60 પ્રોજેક્ટો બનાવ્યા હતા. તેના માર્ગદર્શક શિક્ષક શ્રી જયશ્રીબેન વોરા ના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. આચાર્યશ્રી ભારતીબેન ગોંડલીયા તેમજ સ્કૂલના તમામ સ્ટાફના સહયોગથી વિજ્ઞાન મેળા ને સફળ બનાવવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઇ ખુમાણ, તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ભુવા તેમજ સી.આર.સી શ્રી કિશોરભાઈ શેલડીયાના હસ્તે વિજ્ઞાન મેળા નું દીપ પ્રાગટ્ય કરી જોવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ અને વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લઈ ભાવી વૈજ્ઞાનિકો એવા વિદ્યાર્થીઓના ઉત્સાહને ખૂબ જ વધાર્યું હતું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ


Share to