DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો-સાંસદ અને પુર્વ ધારાસભ્ય દ્વારા જનતા રેડ કરવામાં આવી

Share to

ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી મોટાપાયે ગેરકાયદેસર ખનિજ ખનન થતું હોવાની લોકબુમ


ઝઘડિયા તા.૩ માર્ચ ‘૨૫

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ ખનિજ સંપતિ આવેલ હોઇ ખનિજ માફિયા મોટાપાયે ગેરકાયદેસર ખનિજ ખનન કરી પોતાની તિજોરી છલકાવીને સરકારી આવકને રીતસર ચુનો લગાડી રહ્યા હોવાની વ્યાપક લોક ફરિયાદો ઉઠી રહી છે. તાલુકામાં રેત ખનન,પત્થર ખનન તેમજ સિલિકા ખનન મોટાપાયે થતું હોઇ,તેમજ મોટાભાગનું ખનિજ ખનન બે નંબરમાં રોયલ્ટી ચોરી કરીને ગેરકાયદેસર રીતે થતું હોવાની બુમો લાંબા સમયથી ઉઠવા છતાં આ બધું અટકતું નથી,તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચાઓ પણ વિસ્તૃત પ્રમાણમાં ચાલી રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે રાજપારડી નજીકના ડમલાઇ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરીકની ફરિયાદને લઇને ડેડીયાપાડાના પુર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાને આ બાબતે જાણ કરી હતી.ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તેમણે કોઇ ધ્યાન આપ્યું નહતું,તેથી તેમણે જિલ્લા કલેક્ટરનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. દરમિયાન આજરોજ સાંસદ મનસુખભાઇ વસાવા તેમજ પુર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સ્થાનિક જાગૃત લોકો સાથે ડમલાઇ ખાતે જનતા રેઇડ કરીને તંત્રને જગાડવા પ્રયત્ન કર્યા હતા. આ પ્રસંગે મહેશભાઇ વસાવાએ જણાવાયું હતું કે તાલુકામાં રેતી હોય કે પત્થરો કે પછી સિલિકા પણ ગેરકાયદેસર કામગીરી અમે ચાલવા નહિ દઇએ,તેમજ ઓવરલોડ વાહનો પણ ચાલવા નહિ દેવાય.વધુમાં જણાવાયા મુજબ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી દેખાશે તો અમે ચોક્કસ જનતા રેઇડ કરીને તેને અટકાવીશું.ઉપરાંત વધુમાં જણાવાયું હતું કે જે કોઇ કાયદેસર રીતે ચાલતું હોય એને રોકવાનો અમારો કોઇ ઇરાદો નથી,અને તેમાં સ્થાનિકોને રોજગાર મળવો જોઇએ, પરંતું ગેરકાયદેસર કશું ચાલવા નહિ દેવાય. સાંસદ અને પુર્વ ધારાસભ્ય તેમજ જાગૃત લોકો ગાડીઓ લઇને સ્થળ ઉપર આવી ના શકે તે માટે ખનિજ માફિયાઓ દ્વારા રસ્તા પર પાણી છોડવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાંસદ મનસુખભાઇ વસાવાએ તાલુકામાં હાલ જે ખનિજ ચોરી થઇ રહી છે તે માટે પ્રથમ જેતે ગ્રામ પંચાયત તેમજ તાલુકાના અધિકારીઓ જવાબદાર હોવા
નું જણાવ્યું હતુ.સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ખનિજ ખનનમાં જે કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તે અમે ચાલવા નહિ દઇએ. સાંસદે આક્ષેપ કર્યો હતો કે ઘણા ખનિજ માફિયા સરકારી નિયમો વિરુધ્ધ કામગીરી કરતા હોય છે,અને આવું બધું કોઇપણ સંજોગોમાં ચાલવા નહિ દેવાય.વધુમાં જણાવાયું હતું કે અમારી લડાઇ સત્ય માટેની લડાઇ છે,અને તે ફક્ત ડમલાઇ ગામ પુરતી નથી પરંતું તાલુકામાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે તે ચાલવા નહિ દેવાય. આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને આમાં જે કોઇ કસુરવાર હોય તેના પર પગલા લેવા રજુઆત કરવામાં આવશે.

વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed