DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી પઠાણ પરિવારની દીકરીએ ધોરણ દસમાં ,81,48 ટકા પ્રાપ્ત કરીને પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું

Share to



ખત્રી વિદ્યાલય બોડેલીનું ધોરણ 10 નું પરિણામ 88 % આવ્યું.

બોડેલી પઠાણ પરિવારની દીકરી જોયા બાનુ ફિરોઝ ખાન પઠાણ ધોરણ દસમાં ,81,48 ટકા પ્રાપ્ત કરીને પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું
     આજ રોજ ગુજ.માં.અને. ઉમાં. શિ.બોર્ડ. ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું.જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ ના સતત માર્ગદર્શન હેઠળ આ વખતે ધોરણ 10 અને 12 નું ઉત્તમ પરિણામ આવેલ છે. અવાર નવાર જિલ્લા શિક્ષણાધિકારી ની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત,આચાર્યશ્રી ઓ સાથે ચિંતન શિબિર થી જિલ્લા ના પરિણામ માં સુધારો આવ્યો છે.બોડેલી ની ખત્રી વિદ્યાલયમાં ધોરણ 10 માં 88% પરિણામ આવ્યું છે .જેમાં પ્રથમ નંબરે મન્સૂરી મો. અયાન આરિફભાઈ  98.17 પર્સેન્ટાઇલ રેન્ક મેળવેલ છે.જ્યારે બીજો નંબર ખત્રી સાદિયા ઈમ્તિયાઝ 97.15 અને ત્રીજા નંબરે ખત્રી બુશરા મો.હનીફ 95.53 અને પઠાણ જોયા એ 81.48, પર્સેન્ટાઇલ રેન્ક મેળવી શાળા સમાજ અને બોડેલી ગામનું નામ રોશન કર્યું આ વિદ્યાર્થીઓ સાયન્સ લઈ મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી કંડારવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે શાળા પરિવાર તેઓની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed