માતરિયા તળાવ ખાતે નાગરિકોને મતદાન કરવા જાગૃત થાય તે માટે ફ્લેશમોબ અને ભવાઈ કાર્યક્રમ યોજાયો

Share to



‘હું મતદાન કરીશ’ના સંકલ્પના રંગે રંગાયું ભરૂચ …!!

ફ્લેશમોબ દ્વારા “મતદાન જાગૃતિનો અનોખો સંદેશ…
***
ભરૂચ – રવિવાર –   લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે મતદારોની સહભાગી વધારવા ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર અને તેના દરેક ગામડાઓમાંથી વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સતત અવનવા કાર્યક્રમો યોજી નાગરિકોને મતદાન કરવા જાગૃત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિક આ મહાયજ્ઞમાં ભાગ લે તે માટે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત સાંઈ નૃત્ય એકેડેમી દ્વારા ભરૂચના માતરિયા તળાવ ખાતે  અને ભરૂચ સિટી સેન્ટર ખાતે મતદાન જાગૃતિ અંગે ફ્લેશમોબ અને ભવાઈ રજૂ કરવામાં આવી હતી.
      મતદાન કરવા પ્રેરિત કરતા સુત્રોથી સમગ્ર માતરીયા તળાવ ‘હું મતદાન કરીશ’ના રંગે રંગાયું હતું.  ભવાઈ દ્નારા નાગરિકોને મતદાન અંગે જાણકારી આપી અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. મતદારોમાં મતદાન જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદાન તેવો કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.
         આ પ્રસંગે સ્વિપના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Share to