September 8, 2024

ભરૂચ ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઇ : રેલીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી

Share to

દસ મિનીટ…ભરૂચ જિલ્લા માટે…

“રન ફોર વોટ” અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા ***
***
ભરૂચ- રવિવાર-   લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. આ લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારો થનગની રહ્યા છે, ત્યારે મતદારોના ઉત્સાહ- ઉમંગને વધુ બળ આપવાના ઉમદા આશયથી આજે ભરૂચના આંગણે જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર વોટ રેલીમાં ભરૂચના નાગરિકો સહભાગી થઇ મતદાન માટે   પ્રેરણારૂપ બન્યા હતા.
આ પ્રસંગે રેલીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા અને મહાનુભાવોએ લીલી ઝંડી દર્શાવી રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, વધુ મતદાન થાય તે હેતુથી મહિલા, દિવ્યાંગ અને યુવા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ અર્થે અનેક કાર્યક્રમનું આયોજન કરી મતદારોને જાગૃત કર્યા છે. લોકશાહીના આ અવસરે ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન વેગવતું બન્યું છે. ત્યારે આપણા ભરૂચના જિલ્લાના સર્વે મતદારો લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થવાની પણ અપીલ કરી હતી
                  રેલીને પ્રસ્થાન કરાવતાની સાથે જ આ રેલી પાંચબત્તી થઈ ભરૂચ નગર પાલિકા, સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને ફરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન થયું હતું.  વધુમાં, આ સ્ટેજ કાર્યક્રમ અન્વયે  ફલેસ મોબ અંતર્ગત સાંઈ નૃત્ય એકેડેમી દ્વારા ભવાઈ દ્નારા અવશ્ય વોટ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
        આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતીબા રાઓલ અને નોડલ અધિકારી અને કર્મયોગીઓ અને શિક્ષણવિભાગના સ્ટાફ  સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  આ રેલીમાં સર્વે નાગરિકો અને કર્મયોગીઓએ આગામી તા.૦૭મી મે, ૨૦૨૪ના રોજ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ સાથે સૌને અપીલ કરી હતી.


Share to

You may have missed