મારે તારી સાથે વાત કરવી છે એમ કહીને યુવતીને ગાડીમાં બેસાડીને લઇ જઇને યુવકે રસ્તામાં યુવતીના કપડા ફાડી નાંખી માર માર્યો હોવા બાબતે યુવતીએ ફરિયાદ કરી …

Share to

ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીનો પીછો કરી હેરાન કરનાર યુવક વિરૂધ્ધ ફરિયાદ

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીનો અવારનવાર પીછો કરીને હેરાન કરનાર યુવક વિરૂધ્ધ યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ વિપુલ દશરથભાઇ વસાવા નામનો યુવક આ યુવતીનો અવારનવાર પીછો કરી હેરાન કરતો હતો,

અને હાલમાં યુવતી જ્યાં નોકરી કરતી હતી તે સ્થળ પર જઇને યુવતીને પુછતો હતો કે તું કેમ મારો ફોન ઉપાડતી નથી અને તું કોની સાથે વાત કરે છે તેમ કહીને યુવતીનો મોબાઇલ ફોન લઇ લીધો હતો,તેમજ મારે તારી સાથે વાત કરવી છે તું મારી સાથે ગાડીમાં બેસ તેમ કહીને યુવક યુવતીને ગાડીમાં બેસાડીને લઇ ગયો હતો અને હવે પછી તું કોઇની સાથે વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ યુવકે રસ્તામાં યુવતીના કપડા ફાડી નાંખીને તેણીને માર માર્યો હતો. યુવકની હરકતોથી વાજ આવીને યુવતીએ સદર યુવક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Share to