September 7, 2024

જુનાગઢ માં મહારાષ્ટ્રના પૂનાના વતની હરીશભાઈ રાઠોડ ઉપરકોટ ફરવામાટે આવેલા હતા અને પત્નીની રૂપિયા 30,000 ની કિંમતની સોનાની બુટ્ટી ખોવાઈ જતા જુનાગઢ પોલીસે શોધીને પરત કરી મહિલા અરજદારે જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો

Share to




રૂ. ૩૦,૦૦૦ ની કિંમતની સોનાની બુટ્ટી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.*_

_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર હરીશભાઇ મગનભાઇ રાઠોડ પુનાના વતની હોય, હરીશભાઇ પોતાના પરિવાર સાથે ઉપરકોટ ફરવા આવેલ હોય, હરીશભાઇ તથા તેમનો પરીવાર ઉપરકોટથી પોતાના ઘરે પરત ફરતા હોય તે દરમ્યાન તેમને માલુમ થયેલ કે તેમના પત્નીની રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતની સોનાની બુટ્ટી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય.* હરીશભાઇએ તથા તેમના પરીવારે તે બુટ્ટી શોધવાનો ખૂબ પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે સોનાની બુટ્ટી મળેલ નહિ, હવે આગળ શું કરવું?? હરીશભાઇ તથા તેમનો પરીવાર ખૂબ દુરથી જૂનાગઢ ફરવા આવેલ હોય અને પોતાના પરીવાર સાથે પરત ફરતી વખતે સોનાની બુટ્ટી ખોવાતા તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા, આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હિનાબેન વેગડા, રાહુલભાઇ મેઘનાથી, તરૂણભાઇ ડાંગર, એન્જીનિયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હરીશભાઇ તથા તેમનો પરીવાર ઉપરકોટથી પરત ફરતી વખતે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા હરીશભાઇના પત્નીની રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતની સોનાની બુટ્ટી ઉપરકોટના ગેટ પાસે જ્યારે હરીશભાઇના પત્ની મોબાઇલ ફોન પર વાત કરે છે ત્યારે તેમના કાનમાંથી પડતી જણાય આવેલ. ત્યારબાદ તુરંત જ એક વ્યક્તિ ત્યા ફરવા આવે છે તેમના દ્વારા તે બુટ્ટી ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિને શોધી તેમનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બુટ્ટી તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હરીશભાઇ રાઠોડના પત્નીની રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતની સોનાની બુટ્ટી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હરીશભાઇએ જણાવેલ કે તેમને આ બુટ્ટી પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ બુટ્ટી શોધી આપતા હરીશભાઇએ તથા તેમના પરીવારે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…


જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જિલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હરીશભાઇ મગન રાઠોડના પત્નીની રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતની સોનાની બુટ્ટી ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed