જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર અમૃતાબેન સાગરભાઇ બારોટ જૂનાગઢના વતની હોય, અમૃતાબેન પોરબંદરથી આવી પોતાના ઘરે જવા માટે તળાવ દરવાજાથી ખામધ્રોલ ફાટક જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. ખામધ્રોલ ફાટક પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૮,૦૦૦/- ની કિંમતના સામાનનું પર્સ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે પર્સમાં સોનાના દાણા તથા રૂ. ૩૦૦૦/- રોકડ તથા અન્ય જરૂરી સામાન હોય.* અમૃતાબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? તે પર્સમાં સોનાના દાણા તથા અન્ય જરૂરી સામાન હોય જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હિનાબેન વેગડા, સુખદેવભાઇ કામળીયા, ગીરીશભાઇ કલસરીયા, એન્જીનિયર જલ્પાબેન રામ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અમૃતાબેન બારોટ જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા અમૃતાબેન પોતાનું રૂ. ૮,૦૦૦/- ની કિંમતનું સોનાના દાણા તથા રોકડ સહિતનું પર્સ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-03-U-3151 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અમૃતાબેન બારોટનું રૂ. ૮,૦૦૦/- ની કિંમતનું સોનાના દાણા તથા રોકડ સહિતનું પર્સ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અમૃતાબેને જણાવેલ કે તેમને આ પર્સ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ થેલો શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અમૃતાબેન સાગરભાઇ બારોટનું રૂ. ૮,૦૦૦/- ની કિંમતનું સોનાના દાણા તથા રોકડ સહિતનું પર્સ ફક્ત ૧ જ ક્લાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન