સફેદ જેવો પદાર્થ રોડ ઉપર દેખા દેતા વાહન ચાલકો ચિંતતીત બન્યા હતા..પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWSGIDC માં લાખો રૂપીયા ના ખર્ચે લગાવેલ CCTV કેમેરા શુ કામના..?
ઠેરઠેર રોડ પર વેરાયેલ સફેદ પદાર્થને લઇને અન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા…ઝઘડિયા જીઆઇડીસીની ઘણી કંપનીઓ અવારનવાર વિવાદમાં આવતી હોય એમ હાલ દેખાઇ રહ્યું છે. કંપનીઓમાંથી માલ સામાન ભરીને બહાર આવતા વાહનોમાંથી ઘણીવાર રોડ પર વેરાતું હોવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે. ત્યારે આજરોજ ઝઘડિયા જીઆઇડીસીમાંથી પસાર થઇ રહેલ એક લાંબી ટ્રકમાંથી સફેદ મીઠા જેવો દેખાતો પદાર્થ ઠેરઠેર રોડ પર વેરાતો જોવા મળ્યો હતો.રોડ પર વેરાયેલ આ સફેદ પદાર્થ ખરેખર મીઠું હતું કે પછી અન્ય કોઇ ઔદ્યોગિક ઉત્પાદન હતું તે ચોક્કસપણે જાણી શકાયું નહતું,જોકે જે વાહનમાંથી આ સફેદ પદાર્થ રોડ પર ઠેરઠેર વેરાયો હતો તેના ચાલકને પુછતા જાણવા મળ્યું કે આ સફેદ પદાર્થ મીઠું છે અને જીઆઇડીસીની હિન્દુસ્તાન કંપનીમાંથી ભરેલ છે . ત્યારે અહિં સવાલ એ ઉભો થાય છેકે ટ્રક ચાલકના કહેવા પ્રમાણે ભલે આ પદાર્થ મીઠું હોય કે પછી અન્ય કોઇ ઔદ્યોગિક વસ્તું હોય,પરંતું દોડતી ટ્રકમાંથી સરેઆમ જાહેર માર્ગ પર ઠેરઠેર વેરણછેરણ થાય તે વાત કંપની સંચાલકો માટે શરમજનક તો ગણાય જ ! તેમજ બેદરકારી પણ કહેવાય જ ! ઝઘડિયા જીઆઇડીસીની ઘણી કંપનીઓ અવારનવાર વિવાદમાં આવતી હોવાની ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઇ છે. કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ કે અન્ય કેમિકલો ભરીને જતા વાહનોમાંથી રોડ પર કેમિકલ ઢોળાવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે. GIDC ના દરેક વિસ્તાર માં તીસરી આંખ કહેવાતા CCTV કેમેરા લાખો ની સઁખ્યા માં લગાવવમાં આવ્યા છે જેના દ્વારા આસામાજિક પ્રવૃતી સહીત ઉદ્યોગોમાં આવતા માલ સામન ની નિગરાની રાખી શકાય પરંતું આજસુધી આ કેમેરા માત્ર મુખપ્રેશક બની રહ્યા છે..ત્યારે આજની આ ટ્રકમાંથી સફેદ મીઠું (કે પછી મીઠા જેવો સફેદ પદાર્થ)રોડ પર વેરણછેરણ થવાની ઘટના ચોક્કસપણે કંપની સંચાલકોની બેદરકારી જ ગણાય,રોડ પર આડેધડ વેરાતા આવા પદાર્થોને લઇને પાછળ આવતા અન્ય વાહનચાલકોને તકલીફ પણ પડતી હોય છે,પરંતું જીઆઇડીસીના ઉધોગોને નિયમો શીખવાડવા કેમ કોઇ જવાબદાર તંત્ર આગળ નથી આવતું ? ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પોલીસ તંત્ર,નોટિફાઇડ એરિયા કચેરીના સત્તાધીશો પૈકી કોઇને પણ આવી ઘટનાઓની જાણ થાય છે કે નહિ? કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યુ રહે છે? આવી બાબતોને લઇને કેમ કોઇ તલસ્પર્શી તપાસ નથી થતી ? ત્તયારે Gidc દ્વારા ઠેર ઠેર લાગેલ CCTV દ્વારા આ બાબતે તપાસ થશે ખરી કે પછી તે પણ શોભા ના ગાંઠિયા બની રહેશે તે જોવું રહ્યું
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો