રાજપીપલામાં મતદાનના દિવસે કર્મીઓને સવેતન રજા મળશે
રાજપીપલા, શનિવાર :- છોટા ઉદેપુર લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં આગામી ૭મી મે મંગળવારના રોજ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ યોજાશે. જેને અનુલક્ષીને રાજપીપલા નગરના નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારો ૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) ની જોગવાઈઓ અનુસાર રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ દુકાન, હોટલ, વાણિજય સંસ્થા, જાહેર આનંદ પ્રમોદની સંસ્થાઓ, ફેક્ટરી કંપનીઓ વગેરેમાં કામ કરતાં અને મતાધિકાર ધરાવતા કોઈ પણ કામદાર/કર્મચારી રોજમદાર-છૂટક પરચુરણ કામદારો સહિતનાઓને મતદાનના દિવસે દૂકાનોના માલિકો, મેનેજરોએ સવેતન રજા મંજૂર કરવાની રહેશે. ઇમરજન્સી કર્મીઓને ૨ કલાકની છુટ આપવી પડશે. કાયદા વિરૂધ્ધ વર્તન કરનાર દંડ અને શિક્ષાપાત્ર ગણાશે. તેમ રાજપીપલા નગરપાલિકા તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવાયું છે.