ઝઘડિયા જીઆઇડીસી પોલીસ દ્રારા ભુતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ તેમજ કોમ્બીંગનુ આયોજન કરવામાં આવ્યું..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

આગામી લોકસભાની ચુંટણીને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોલીસ મથક વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું

ભુતકાળમાં પકડાયેલ આરોપીઓને ગુનાખોરીનો માર્ગ છોડીને સામાન્ય જીંદગી જીવવા માર્ગદર્શન આપવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક દ્વારા આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચુંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે હેતુથી ભુતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી હતી તેમજ સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની અલગઅલગ ટીમો બનાવીને આગામી લોકસભા ચુંટણીના અનુસંધાને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ભુતકાળમાં વિવિધ ગુના હેઠળ નંધાયેલ આરોપીઓને હાજર રાખીને ઇન્ટ્રોગેશન પરેડ ગોઠવી હતી.

લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંઘાને સુલેહભંગ થતુ અટકાવવા તેઓના અટકાયતી પગલા લઇને તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરી આપેલ સુચનાઓનુ પાલન કરી કાયદો ભંગ કરતા અટકાવવા તથા ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જીંદગી જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભા ચુંટણીમાં શાંતીપુર્ણ વાતાવરણ જળવાઇ રહે તે હેતુથી અગાઉ કોમ્બીંગનુ આયોજન કરવામા આવેલ, તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


Share to

You may have missed