

જૂનાગઢ તા.૧, ગિર સોમાનથ જિલ્લા લેન્ડ રેકર્ડ ઈન્પેક્ટર પદેથી વય નિવૃત થતાં હરસુખભાઇ કાનજીભાઇ હીરપરાને સ્ટાફ પરિવાર દ્વારા ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યુ હતુ. શ્રી હરસુખભાઇ હીરપરાએ સતત ૩૧ વર્ષની સરકારી સેવા દરમ્યાન કચેરી સ્ટાફ અને અરજદારોને હકારાત્મક અભિગમથી આવકારી નિષ્ઠાથી કામ કર્યુ હતુ. શ્રી હીરપરા જૂનાગઢ, પોરબંદર અને ગિર સોમનાથ જિલ્લામાં સર્વેયર, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, હક્કચોક્સી અધિકારી,અને લેન્ડ રેકર્ડ ઈન્સ્પેક્ટર તરીકે સરાહનિય કામગીરી કરી હતી. તેમણે પ્રોપર્ટી કાર્ડની કામગીરી દરમ્યાન લોકજાગૃતિ, ખેડુતોને સમજુત કરવા અંગે આવકાર દાયક કામ કર્યુ હતુ. રી-સર્વે પ્રમોલગેશન કામગીરી દરમ્યાન ખેડુતો અને અરજદારોને સાંભળી તેમનાં પ્રશ્નોનું હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવાની કાર્યપધ્ધતિ તેમનું ફરજકાળનું જમા પાસુ છે. શ્રી હરસુખ હિરપરાને વિદાયમાન થતી વેળાએ ડી.એલ.આર. કચેરી પરિવાર દ્વારા સ્મૃતિભેટ સાથે શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કરી પ્રાશ્યાત જિવન નિરામયી બની રહે તેવી શુભકામનાં વ્યક્ત કરી હતી. ગિર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી ડી.ડી. જાડેજા, અને અધિક નિવાસી કલેકટર શ્રી આલ સાહેબ દ્વારા શ્રી હરસુખ હીરપરાનું નિવૃત જીવન સુખસભર બની રહે તેવી શુભકામનાં પાઠવી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ