October 4, 2024

નર્મદા જિલ્લાના સરફરાજ દેસાઈએ ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગમાં રજતપદક હાંસલ કર્યો

Share to


   રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લાના રાઈફલ શુટિંગ પ્લેયર સરફરાજ દેસાઈએ ખેડા જિલ્લામાં નડિયાદના આમસરણ ગામે યોજાયેલી ૪૩ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનમાં રજત પદક હાંસલ કરી ફરી એકવાર નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના કુલ ૫૦ શૂટરોએ ભાગ લીધો હતો.  બરોડા રાયફલ ક્લબ તરફથી રાઈફલ શુટિંગમાં પોતાની પ્રતિભાનો પરિચય આપતા શ્રી સરફરાજ તમામ ઇવેન્ટ્સમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. જે નર્મદા જિલ્લાના રમતવીરોને ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રેરણારૂપ બનશે.


Share to