September 7, 2024

નેત્રંગ નગર માંથી પસાર થતી અમરાવતી નદી પર બનાવેલ ચેક ડેમ ઉડો કરવાની કામગીરીમા નકરી ગોબાચારી ???.સરપંચ તલાટીને ખબર નથી કે કઇ યોજના હેઠળ કામગીરી થાય છે.

Share to



નેત્રંગ. તા.૩૦-૦૪-૨૪.

નેત્રંગ નગર  સહિત તાલુકાભરમા ચોમાસની સિઝન દરમિયાન વરસાદી પાણી પથરીયાળ જમીન ના કારણે  જમીનમા ઉતરવાના બદલે દરીયામા વહી જાઇ છે. તેમજ જળ સંચય  નો સરેઆમ ઠેરઠેર અભાવ હોવાના કારણે દર ઉનાળાની સિઝન દરમિયાન પીવાના પાણીની ભારે તંગદીલી વતાઁઇ છે.
       જેને લઈ ને સરકાર માબાપ થકી જળ સંચય માટે નદી નાળાઓ ચેક   ડેમો મા  એકત્ર થયેલ માટી. રેતી. પથરો બહાર કાઢી નદી નાળાઓ ચેકડેમો ઉડા કરવાની વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી ચાલી રહી છે.
જેના ભાગ રૂપે નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદી ઉપર જુના નેત્રંગ વિસ્તાર મા વારીગુહ પાસે ચેક ડેમ આવેલ છે. જયા તાજેતર મા કોઇક ઠેકેદારે પોતાના હિટાચી મશીનથી માટી કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
આ બાબતે સરપંચ તલાટી ને પુછવામા આવેલ કે આ કામગીરી કઇ યોજના હેઠળ થઈ રહી છે. તો તે બાબતે તલાટી કમ મંત્રી જણાવેલ કે મને ખબર નથી. સરપંચ ને પુછતા જણાવેલ કે જીલ્લા પંચાયત ની વાલીઆ ગામમા એક ઓફીસ આવેલ છે. ત્યાંથી આ કામગીરીનુ ટેન્ડર જેતે ઠેકેદાર નુ લાગેલ છે. અન્ય કોઈ માહીતી ઉપલી કચેરી પરથી ગ્રામપંચાયત ને  લેખીતમા કોઈ પણ જાતની માહીતી આપવામા આવેલ નથી.
ચેકડેમ તેમજ નદીનો પટ ઉડો કરી તેમાંથી નિકળતી માટી, રેતી, કાપ વિગેરે અન્ય જગ્યા ઉપર ઠાલવાના બદલે નદીના કિનાર ઉપરજ બંન્ને સાઇડ ઢગલા મારી દીધા છે. જીન કંમ્પાઉન્ડ અડતા નદીના પટમા જામેલા માટીના ઢગલા તોડી નદીના પટમાં જ માટી પાથરી દીધી છે. બીજી તરફ નદીના પટમા માટી હોવા છતા પણ તેને દુર કરવાને બદલે તેની ઉપર જ માટીના ઢગલા મારી દીધા છે. ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તેમજ ઠેકેદારો થકી વિકાસના કામોમા દે થોક કામગીરી કરી મલાઇ ઉલેચવામા જ રહ્યા, ત્યારે આ બાબતે વિજીલેનસ વિભાગમા લેખીત મા રાવ નાંખી યોગ્ય તપાસ ની માંગ કરવામા આવી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed