જુનાગઢ ની મેંદરડા પોલીસે ગોંડલમાં મોબાઇલની ચોરી કરનાર આરોપીને મુદ્દા માલ સાથે પકડી પાડીયો

Share toજુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  નિલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ જીલ્લા તેમજ બહારના જીલ્લામાં મિલકત વિરુધ્ધના બનતા ગુનાઓ શોધવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચનાઓ આપેલ જે અંગે જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૦૧/૦૫/૨૦૨૪ ના રોજ મેંદરડા પો.સ્ટે ના પો.સબ ઇન્સ એસ.એન સોનારા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગોંડલ પો.સ્ટેમાં અનડીટેક્ટ મોબાઇલ ચોરી ના ગુન્હાનો આરોપી અત્રે ના મેંદરડા પો.સ્ટે વિસ્તારમાં હોય જેથી પો.સ્ટે ના PC દિનેશભાઈ એમ.ચાવડા તથા PC કમલેશભાઇ ડી. પાથર નાઓએ મળેલ હકીકત ને ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે ખરાઇ કરતા સુંદર આરોપી મેંદરડા સાતવડલા વિસ્તાર માં હાજર હોય જેથી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો આરોપી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે મળી આવેલ હોય જેથી મજકુર ને ગોંડલ પો.સ્ટે મા થયેલ મોબાઇલ ચોરીના ગુન્હા બાબતે પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતો હોય જેથી મજકુર હસ્તગત કરી ને પો.સ્ટે ખાતે લાવી તે અંગેની જાણ ગોંડલ પો.સ્ટે ને કરવામાં આવેલ છે.

(૧) PSI શ્રી એસ.એન.સોનારા સા. (૨) HC શૈલેષભાઇ ડી.સોંદરવા (3) PC દિનેશભાઇ એમ.ચાવડા (૪) PC કમલેશભાઇ ડી. પાથર પોલીસ સ્ટાફ દ્વારા
કિશોરભાઈ ભાવેશભાઇ ગોહીલ રહે- ઘાટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ જુનાગઢ ની મેંદરડા પોલીસે આરોપીને પકડી પાડયો


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to